ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑગસ્ટ, 2021
બુધવાર
અનુપમાની જિંદગીમાં નવી પરેશાનીઓનો સિલસિલો શરૂ જ થયો હતો કે એક મોટી મુસીબત આવી ગઈ. અનુપમાના ફેન્સને જાણીને આઘાત લાગશે કે અનુપમાને શાહ હાઉસમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. અનુપમાના ઘરમાં એવું શું થઈ થયું કે અનુપમાને બેઘર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આવો જાણીએ અનુપમાના આગલા એપિસોડમાં શું થશે?
આવનાર એપિસોડમાં તમે જોશો કે પાખીનાં નાટક ખતમ થવાનું નામ જ નથી લેતાં. અનુપમા આખા મામલાને શાંત કરવાની કોશિશ કરશે, પરંતુ પાખી કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી. પારિતોષ પણ ઘર છોડીને જવા માગે છે. અનુપમા તેને સમજાવે છે કે તે ખુશીથી ઘર છોડીને જતો રહે, જ્યારે કિંજલ એક વાર ફરી કહેશે કે તે આ ઘરમાંથી નથી જવા માગતી અને તે પરિવારની સાથે જ રહેવા માગે છે.
અક્ષયકુમારની ફિલ્મ ‘બેલ બૉટમ’માં ઇંદિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળી આ ઍક્ટ્રેસ, નામ જાણીને ચોંકી જશો
કિંજલની વાત સાંભળીને પારિતોષ નારાજ થઈ જાય છે અને ત્યાંથી જતો રહે છે. ઘરના બીજા સદસ્યો પણ પોતાના રૂમમાં જતા રહે છે. અનુપમા અને કાવ્યાની સામે હાથ જોડીને વનરાજ કહેશે કે તેઓ રોજેરોજના ઝઘડાઓને ખતમ કરે. સવારે અનુપમા પૂજા કરે છે, સાથે જ પાખી માટે પણ પ્રાર્થના કરે છે કે કૉમ્પિટિશનમાં સારો ડાન્સ કરે. કૉમ્પિટિશનથી પહેલાં પાખી કાવ્યાને અનુપમાની વિરુદ્ધમાં ભડકાવે છે. કાવ્યા પહેલેથી જ પાખીની જીતને લઈને ઓવર કૉન્ફિડન્સ છે. તે બધાની સામે અનુપમાને ચીડવશે. કાવ્યાના સૂરમાં પાખી પણ સૂર મેળવશે. એ પણ અનુપમાને આખા પરિવાર સામે નીચી પાડશે. આ બધાની વચ્ચે બાપુજી એક ચોંકાવનારો નિર્ણય લેશે. બાપુજી અનુપમાને ઘરની બહારનો રસ્તો બતાવશે. આ જોવું દિલચસ્પ રહેશે કે અનુપમા આં મુસીબતનો સામનો કેવી રીતે કરશે.
