Site icon

7 વર્ષની ઉંમરે બોલિવૂડ ના આ દિગ્ગજ અભિનેતા સાથે જોવા મળી હતી રૂપાલી ગાંગુલી; જાણો અભિનેત્રી ના ફિલ્મી કરિયર વિશે

News Continuous Bureau | Mumbai

ટીવીની અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી 5 એપ્રિલે  તેનો 45મો જન્મદિવસ ઉજવ્યો હતો. આજે રૂપાલી ગાંગુલીને કોઈ પરિચયની જરૂર નથી. એક સમયે જે લોકપ્રિયતા અને ઓળખ સ્મૃતિ ઈરાનીને તુલસી વિરાણીના રોલમાં મળી હતી, આજે રૂપાલી ગાંગુલીને અનુપમાના રોલમાં એટલો જ પ્રેમ મળી રહ્યો છે. તેણે ટેલિવિઝન પર સારાભાઈ vs સારાભાઈ જેવા ઘણા શોમાં કામ કર્યું છે પરંતુ અનુપમાએ તેને જબરદસ્ત લોકપ્રિયતા અપાવી છે.

Join Our WhatsApp Community

5 એપ્રિલ 1977ના રોજ કલકત્તામાં જન્મેલી રૂપાલી ગાંગુલીએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો અને તેની સાથે તેણે થિયેટરમાં કામ કર્યું હતું. તેમના પિતા અનિલ ગાંગુલી દિગ્દર્શક હતા અને તેમના ભાઈ ભાઈ વિજય ગાંગુલી ફિલ્મોમાં નિર્માતા અને અભિનેતા છે. રૂપાલી ગાંગુલી માત્ર 7 વર્ષની હતી જ્યારે તેણે ફિલ્મી દુનિયામાં અભિનયની શરૂઆત કરી હતી. પિતાની ફિલ્મ 'સાહેબ'માં તેણે અનિલ કપૂર, અમૃતા સિંહ, રાખી ગુલઝાર, સુરેશ ચટવાલ સાથે કામ કર્યું હતું.વર્ષ 1987માં તેણે મિથુન ચક્રવર્તી, રાકેશ રોશન સાથે ફિલ્મ મેરા યાર મેરા દુશ્મનમાં કામ કર્યું હતું. 10 વર્ષનો વિરામ લીધા પછી, તે સ્ક્રીન પર પાછી આવી અને ગોવિંદા સ્ટારર ફિલ્મ દો આંખે બારહ હાથમાં જોવા મળી. 1997માં તે મિથુન ચક્રવર્તી સાથે અંગારા ફિલ્મમાં જોવા મળી હતી. તેણે વર્ષ 2000માં સુકન્યા સિરિયલથી ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે 'દિલ હૈ કી માનતા નહીં', 'ઝિંદગી તેરી મેરી કહાની', સંજીવની અને 'સારાભાઈ Vs સારાભાઈ'માં જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : 'RRR'ની સફળતાથી ખુશ, રામ ચરણે દેખાડ્યું મોટું દિલ, ક્રૂ મેમ્બર્સને આપી આ કિંમતી ભેટ; જાણો વિગત

43 વર્ષની ઉંમરે, રૂપાલી ગાંગુલી સ્ટાર પ્લસની સિરિયલ અનુપમા માટે સંમત થઈ હતી. એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ભારતીય ટેલિવિઝન પર સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી છે. જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલીએ દરરોજ 1.5 લાખ રૂપિયાની ફી સાથે કામ શરૂ કર્યું હતું. હવે રૂપાલી રોજના 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તે હવે ભારતીય ટીવી પર સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે. રૂપાલી ગાંગુલીએ તેની એકટિંગ થી ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા નામોને માત આપી છે.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version