Site icon

એક કાર્યક્રમ દરમિયાન આ ગુજરાતી લોકગાયિકા પર હુમલો કરી ચલાવી લૂંટ, ઈજાગ્રસ્ત સિંગર ને હોસ્પિટલમાં કરવામાં આવી દાખલ; જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

મૂળ વીસનગરની (Visnagar) કાજલ મહેરિયાનો (Kajal Maheriya) જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. કાજલ મહેરિયાના અનેક ગીતો પ્રખ્યાત છે. (Famous singer) જેમાં નવા ગીતો, લોકગીતો, ભજન, લગ્ન ગીતો, રાસ ગરબા વગેરે સામેલ છે. તે સોશિયલ મીડિયા (social media) પર એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના અનેક ફોલોવર્સ છે. ટિકટોક (tiktok) પર પણ કાજલ મહેરીયાના મોટી સંખ્યામાં ફોલોવર્સ હતા. ગુજરાતના (Gujarat) જાણીતી ગીતકાર કાજલ મહેરીયા પર સોમવારે રાત્રિ દરમિયાન હુમલો થવાની ઘટના સામે આવી છે.

Join Our WhatsApp Community

પાટણના ધારપુર ગામ (Patan Dharpur village) ખાતે સંગીતના  એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર એટેક (Kajal Maheriya attack)થયો હતો. કેટલાક ઈસમોએ કાર્યક્રમ દરમ્યાન કાજલ મહેરીયા પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. સોનાની ચેન (gold chain) સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ થઇ છે. જેમાં કાજલ મહેરીયાને (Kajal Maheriya) સામાન્ય ઈજાઓ પહોંચી છે. જેના બાદ કાજલને પાટણ ધારપુરની (Patan Dharpur hospital) હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાઈ છે.  હુમલા બાદ કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ મથક (Balisana Police station) ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં રમુ દેસાઈ નામના વ્યક્તિ  સહિત અન્ય ૪ વ્યક્તિ  સામે હુમલાની ફરિયાદ કરી છે. દિગડી ગામના રમુ દેસાઇએ કાજલ પર જૂની અદાવતને ધ્યાનમાં રાખીને હુમલો કર્યો હોવાનું કહેવાય છે. આ હુમલામા કાજલ મહેરિયાને ઈજા પહોંચી છે, તો સાથે જ તેમની ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે.

આ સમાચાર પણ વાંચો : શું સોનાક્ષી સિંહાએ કરી લીધી ગુપચુપ સગાઈ? ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી શેર કરી તસવીરો

વર્ષ ૨૦૨૦ માં સપ્ટેમ્બર મહિનામાં કાજલ મહેરિયા પર આંતરિક ઝઘડામાં હુમલો થયો હતો. મોઢેરામાં (Modhera)બનેલા આ બનાવમાં કાજલ મહેરિયાને લાફો ઝીંકાયો હતો. કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઇઝર (event organizer) બાબખાનના ઘરે સામાજિક કામ અર્થે ગઈ હતી. ત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ઘરે ગયેલી સિંગર પર બાબા ખાનના વિરોધીઓએ હુમલો કર્યો હતો . ત્યારે આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version