મોટા-મોટા કિંમતી હીરાના ઘરેણાં પહેરી દુલ્હન બની કપૂર ગર્લ, તલાકના 10 વર્ષ પછી બોયફ્રેન્ડ સાથે કર્યા બીજા લગ્ન.. જુઓ તસવીરો..

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

બોલીવુડની(Bollywood) જાણીતી સિંગર(Bollywood singer) કનિકા કપૂર(Kanika Kapoor) ફરી એકવાર લગ્નના(marriage) બંધનમાં બંધાઈ ગઈ છે. સિંગરે પોતાના મંગેતર(Fiance) ગૌતમની સાથે લંડનમાં(London) સાત ફેરા લીધા. કનિકાના લગ્ન નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં લંડનની ફાઈવ સ્ટાર હોટલમાં(Five star hotel) થયા. 

સિંગરના લગ્નના ફોટા સોશિયલ મીડિયા(Social media) પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં કનિકાએ પીચ કલરનો હેવી લહેંગો પહેર્યો હતો, જેના પર એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવેલું હતું. આ સાથે તેણે ચોકર નેકલેસ, માંગટિક્કો અને બંગડી પહેરી હતી. તો ગૌતમે પણ પણ કનિકાના લહેંગા સાથે મેચ કરતી પેસ્ટલ શેડની શેરવાની અને સાફા સાથે તેના લૂકને પૂરો કર્યો હતો. બંનેની જોડી 'મેડ ફોર ઈચ અધર' લાગી રહી હતી.

આ લગ્નના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં કનિકા અને ગૌતમના કિસ કરતા, ડાન્સ કરતા ફોટા પણ છે. તો વીડિયોમાં કનિકા ફૂલોની ચાદર અને માથે દુપટ્ટાની ચાદર સાથે પોતાના વર તરફ જતી દેખાય છે. સાથે બ્રેક ગ્રાઉન્ડમાં મહાન ગાયક મુહમ્મદ રફીનું ( Muhammad Rafi) ગીત તેરે મેરે સપને અબ એક રંગ હૈ, સંભળાય છે. 

ઉલ્લેખનીય છે કે 43 વર્ષીય કનિકા કપૂરના આ બીજા લગ્ન છે. અગાઉ કનિકાએ માત્ર 18 વર્ષની વયે NRI Raj Chandok સાથે લગ્ન કર્યા હતા અને લંડન જતી રહી હતી. આ લગ્નથી કનિકાને ત્રણ બાળકો છે. જેના નામ અયાના, સમારા અને યુવરાજ છે. સિંગરે 2012 માં તેના પતિથી છૂટાછેડા લીધા અને પછી સંગીતને તેની કારકિર્દી બનાવી  હતી. દસ વર્ષ બાદ કનિકા કપૂર ફરી લગ્નના બંધનમાં બંધાઈ છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment