Site icon News Continuous Bureau | Mumbai

મોટા-મોટા કિંમતી હીરાના ઘરેણાં પહેરી દુલ્હન બની કપૂર ગર્લ, તલાકના 10 વર્ષ પછી બોયફ્રેન્ડ સાથે કર્યા બીજા લગ્ન.. જુઓ તસવીરો..

 News Continuous Bureau | Mumbai

બોલીવુડની(Bollywood) જાણીતી સિંગર(Bollywood singer) કનિકા કપૂર(Kanika Kapoor) ફરી એકવાર લગ્નના(marriage) બંધનમાં બંધાઈ ગઈ છે. સિંગરે પોતાના મંગેતર(Fiance) ગૌતમની સાથે લંડનમાં(London) સાત ફેરા લીધા. કનિકાના લગ્ન નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં લંડનની ફાઈવ સ્ટાર હોટલમાં(Five star hotel) થયા. 

Join Our WhatsApp Channel

સિંગરના લગ્નના ફોટા સોશિયલ મીડિયા(Social media) પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં કનિકાએ પીચ કલરનો હેવી લહેંગો પહેર્યો હતો, જેના પર એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવેલું હતું. આ સાથે તેણે ચોકર નેકલેસ, માંગટિક્કો અને બંગડી પહેરી હતી. તો ગૌતમે પણ પણ કનિકાના લહેંગા સાથે મેચ કરતી પેસ્ટલ શેડની શેરવાની અને સાફા સાથે તેના લૂકને પૂરો કર્યો હતો. બંનેની જોડી 'મેડ ફોર ઈચ અધર' લાગી રહી હતી.

આ લગ્નના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં કનિકા અને ગૌતમના કિસ કરતા, ડાન્સ કરતા ફોટા પણ છે. તો વીડિયોમાં કનિકા ફૂલોની ચાદર અને માથે દુપટ્ટાની ચાદર સાથે પોતાના વર તરફ જતી દેખાય છે. સાથે બ્રેક ગ્રાઉન્ડમાં મહાન ગાયક મુહમ્મદ રફીનું ( Muhammad Rafi) ગીત તેરે મેરે સપને અબ એક રંગ હૈ, સંભળાય છે. 

ઉલ્લેખનીય છે કે 43 વર્ષીય કનિકા કપૂરના આ બીજા લગ્ન છે. અગાઉ કનિકાએ માત્ર 18 વર્ષની વયે NRI Raj Chandok સાથે લગ્ન કર્યા હતા અને લંડન જતી રહી હતી. આ લગ્નથી કનિકાને ત્રણ બાળકો છે. જેના નામ અયાના, સમારા અને યુવરાજ છે. સિંગરે 2012 માં તેના પતિથી છૂટાછેડા લીધા અને પછી સંગીતને તેની કારકિર્દી બનાવી  હતી. દસ વર્ષ બાદ કનિકા કપૂર ફરી લગ્નના બંધનમાં બંધાઈ છે.

Nitish Bharadwaj Ranbir Kapoor Ramayana ‘મહાભારત’ ના શ્રીકૃષ્ણ નીતિશ ભારદ્વાજે રણબીર કપૂરની ‘રામાયણ’ ને ગણાવી ‘એજન્ડા ફિલ્મ’ ફંડિંગ પર પણ ઉઠાવ્યા ગંભીર સવાલ
TV Actor Cheated ટીવી અભિનેતા આયુષ શાહ સાથે ₹૪.૪૪ કરોડની રોકાણ છેતરપિંડી મુંબઈમાં કોર્ટના આદેશ બાદ ૫ લોકો વિરુદ્ધ ગુનો દાખલ
Samantha Ruth Prabhu Welcomes Baby Boy સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુના ઘરે ગુંજી કિલકારી પુત્રને આપ્યો જન્મ, શુભેચ્છાઓનો વરસાદ!
Ranbir Kapoor Ramayana Part 3 Update શું રણબીર કપૂરની ‘રામાયણ’ નો ત્રીજો ભાગ પણ બનશે? આ અભિનેતાએ આપ્યો સંકેત…
Exit mobile version