Site icon

વિકી-કેટરિનાના લગ્નના કડક નિયમો જાણીને આ અભિનેતા થયો ગુસ્સે, લગ્ન માં હાજરી આપવાની પાડી ના ; જાણો તે એક્ટર કોણ છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 02 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

ગુરુવાર

આ દિવસોમાં બોલિવૂડના કોરિડોરમાં કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ 9 ડિસેમ્બરે લગ્ન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં આવનાર મહેમાનો માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને આ નિયમોને જાણીને એક એક્ટરે લગ્નમાં જવા પહેલા ના પાડી દીધી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન 9 ડિસેમ્બરે છે. જેના માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ રોયલ વેડિંગ માટે હોટલના સૌથી ખાસ અને મોંઘા રૂમ બુક કરવામાં આવ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે વિકી કૌશલ રાજા માન સિંહ સ્વીટમાં રહેશે અને કેટરીના કૈફ રાણી પદ્માવતી સ્વીટમાં રહેશે. કેટરિના અને વિકી કૌશલ રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં પણ ભવ્ય રિસેપ્શન પાર્ટી આપવામાં આવશે. જો કે, આ દરમિયાન, એક અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કંઈક લખ્યું છે, જે વાયરલ થઈ રહ્યું છે.

ફિલ્મ 'બધાઈ હો' ફેમ એક્ટર ગજરાજ રાવે વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નમાં હાજરી આપવાની ના પાડી દીધી છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા કહ્યું કે તે કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં હાજરી આપશે નહીં. નોંધનીય છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં મહેમાનોના મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવાની વાત પણ સામે આવી હતી. લગ્નમાં હાજરી આપનાર મહેમાનો મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં અને લગ્ન સ્થળ પર કોઈને શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આને જોતા અભિનેતા ગજરાજ રાવે મજાકમાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. ગજરાજ રાવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, ‘જો મને  સેલ્ફી લેવા નહીં દો  તો હું લગ્નમાં નથી આવી રહ્યો.’

ઓમિક્રોનની ઈફેક્ટ : વિક્કી – કેટરિનાના લગ્ન માં મહેમાનો સંદર્ભે આ નિર્ણય લેવાયો

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની જવાબદારી હોટલ અને ઈવેન્ટ કંપનીને આપવામાં આવી છે. બંનેના લગ્નમાં ફિલ્મ નિર્માતા, નિર્દેશક, કલાકારો, ઉપરાંત પીએમઓના અધિકારીઓ પણ ખાસ મહેમાન તરીકે હાજરી આપશે. કહેવામાં આવી રહ્યું છે કે રણથંભોર ટાઈગર સફારીની સાથે લગ્નમાં આવનાર ખાસ મહેમાનને ઘડિયાલ સફારી પણ કરાવવામાં  આવશે. આ માટે હોટેલ સિક્સ સેન્સના મેનેજમેન્ટે સવાઈ માધોપુરના ચંબલ ઘાટ પર પહોંચીને વ્યવસ્થાની સમીક્ષા કરી છે .

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version