Site icon

બિગ બોસ 15 માં કરણ કુન્દ્રાની પીઠ પર બેસીને શમિતાએ કર્યું આવું કામ, ગુસ્સામાં તેજસ્વી પ્રકાશે કહી આવી વાત; જાણો વિગત, જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર 

ટીવીનો વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 15 ટૂંક સમયમાં ખતમ થવા જઈ રહ્યો છે. આ રિયાલિટી શોનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. તેની ગ્રાન્ડ ફિનાલે આવતા સપ્તાહના અંતે એટલે કે 29 અને 30 જાન્યુઆરીએ થશે. પરંતુ ગ્રાન્ડ ફિનાલે પહેલા જ ઘરમાં ભારે હોબાળો મચ્યો છે.શમિતા શેટ્ટી અને તેજસ્વી પ્રકાશ ઘરમાં એકબીજાને વધુ પસંદ નથી કરતા. બંને ઘણી વખત એકબીજા સાથે ટકરાયા છે. કરણ કુન્દ્રાના કારણે ઘણી વખત બંનેની લડાઈ થઈ ચુકી છે અને હવે ફરી એકવાર એવું જ કંઈક થયું છે.

વાસ્તવ માં, બિગ બોસનો એક પ્રોમો સામે આવ્યો છે, જેમાં શમિતા અને કરણ કુન્દ્રાને એકસાથે જોઈને તેજસ્વી પ્રકાશ ભડકી જાય છે. આ દરમિયાન બંને વચ્ચે ઘણો હંગામો થાય છે. કલર્સ ચેનલે આ પ્રોમોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે બિગ બોસે પરિવારના સભ્યોને બીબી હોટેલ ટાસ્ક આપ્યો છે, જેમાં સ્પર્ધકોને બે ટીમોમાં વહેંચવામાં આવ્યા છે.આ ટાસ્કમાં કેટલાક સ્પર્ધકો ગેસ્ટ બને છે અને કેટલાક હોટલ સ્ટાફની ભૂમિકા ભજવે છે. આ ટાસ્કમાં કરણ ગેસ્ટ બને છે અને શમિતા અને તેજસ્વી હોટલ ના સ્ટાફ મેમ્બર બને છે. આ કારણોસર, ટાસ્ક મુજબ, કરણ તેજસ્વી પાસેથી મસાજ કરાવવા આવે છે પરંતુ તેજસ્વી તે યોગ્ય રીતે કરી શકતી  નથી.આ પછી ટાસ્ક દરમિયાન શમિતા શેટ્ટીને આગળ લાવવામાં આવે છે અને પછી તે કરણ કુન્દ્રાને મસાજ કરે છે. આ દરમિયાન શમિતા કરણની પીઠ પર બેસી જાય છે, જેના કારણે તેજસ્વીને ખૂબ ગુસ્સો આવે છે. તેજસ્વી ગુસ્સામાં શમિતાને કહે છે કે તે રાકેશ બાપટ નથી. તેજસ્વીની આ વાત ઘરમાં કોઈને પસંદ નથી, જેના કારણે ઘરમાં હંગામો મચી ગયો છે.આ ટાસ્ક દરમિયાન શમિતા શેટ્ટી પ્રતીક સહજપાલને પણ મસાજ કરે છે અને આ જોઈને તેજસ્વી શમિતાને ટોણો મારતા કહે છે કે જુઓ આંટી હવે તેમના પર બેસી ગઈ છે. તેજસ્વીની આ વાત પર શમિતા પણ ગુસ્સે થઈ જાય છે. આ દરમિયાન બંને વચ્ચે ઘણી ચર્ચા થાય છે. શમિતા પણ કરણ કુન્દ્રાને ઘણું બધું સંભળાવે છે.

'પુષ્પા'ની સફળતા બાદ અલ્લુ અર્જુનનું ચમક્યું નસીબ, એટલીની ફિલ્મ માટે મળી અધધ આટલા કરોડની ઓફર; જાણો વિગત

બિગ બોસના છેલ્લા અઠવાડિયામાં, સામાન્ય લોકોને તેમના મનપસંદ સ્પર્ધકો માટે ઘરે જઈને લાઈવ વોટિંગ કરવાનો મોકો મળ્યો. આ ટાસ્ક સામાન્ય જનતાની સામે થયું અને આ દરમિયાન દરેકે પોતાના મનપસંદ સ્પર્ધકને વોટ કર્યો. તમને જણાવી દઈએ કે બિગ બોસ 15ના ફિનાલે વીકમાં તેજસ્વી પ્રકાશ, નિશાંત ભટ્ટ, કરણ કુન્દ્રા, શમિતા શેટ્ટી, પ્રતીક સહજપાલ, રાખી સાવંત અને રશ્મિ દેસાઈએ પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમાંથી એક બિગ બોસ 15નો વિજેતા હશે.

 

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version