Site icon

બિગ બૉસ 11ની સ્પર્ધક બંદગી કાલરાએ શૅર કરી બોલ્ડ તસવીરો, ગોવામાં માણી રહી છે વૅકેશનની મજા; જુઓ તસવીરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

બિગ બૉસ 11ની સ્પર્ધક રહી ચૂકેલી બંદગી કાલરા ભલે શોની વિજેતા બની ન શકી, પરંતું તે લાઇમલાઇટમાં ખૂબ રહે છે. બંદગી સોશિયલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે અને અવારનવાર તે તેની બોલ્ડ તસવીરો શૅર કરતી રહે છે. હાલના દિવસોમાં તે ગોવામાં વૅકેશનની મજા માણી રહી છે. ત્યાંથી અભિનેત્રીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર કેટલીક તસવીરો શૅર કરી છે, જેના કારણે તે ફરી એક વાર ચર્ચામાં આવી છે.

 

આ તસવીરોમાં બંદગીએ વ્હાઇટ ક્રોપ ટૉપ અને સ્કર્ટ પહેર્યું છે. સાથે તેણે બ્લૅક ચશ્માં, પર્સ અને શૂઝથી પોતાનો લુક કમ્પ્લિટ કર્યો છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર અને ગ્લૅમરસ લાગી રહી છે બંદગીની તસવીરો પર તેના ચોહકો ખૂબ લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

 

આપને જણાવી દઈએ કે બંદગી કાલરા એક પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી અને મૉડલ છે. તે રિયાલિટી શો બિગ બોસ સિઝન 11નો ભાગ રહી ચૂકી છે.

દરમિયાન બંદગી હરીફ પુનિશ સાથેની નિકટતાને કારણે જબરદસ્ત ચર્ચામાં રહી હતી. આ ઉપરાંત શોમાંથી બહાર આવ્યા પછી, તેણે પુનિશ સાથે એક મ્યુઝિક વીડિયો પણ શૂટ કર્યો હતો.

Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Made In Korea OTT Release: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહી છે આ તમિલ ફિલ્મ, જાણો શું છે ખાસિયત અને કેમ જોવા જેવી છે આ ફિલ્મ.
Abhishek Bachchan Siddharth Anand Film: અભિષેક બચ્ચનની કિસ્મત ખૂલી! સિદ્ધાર્થ આનંદ સાથેની નવી ફિલ્મની ચર્ચા તેજ; ‘કિંગ’ ના શૂટિંગ વચ્ચે થયો મોટો ખુલાસો
Exit mobile version