ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 માર્ચ 2021
બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ બહુ લાંબા સમય બાદ બોલ્ડ અંદાજમાં સામે આવી છે. અભિનેત્રી બિપાશા બાસુ પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે હાલ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે.
અભિનેત્રી બિપાશા બાસુ હાલમાં પતિ કરણ સિંહ ગ્રોવર ની સાથે માલદિવ્સમાં વેકેશન એન્જોય કરી રહ્યાં છે. બિપાશાએ કેટલીક તસવીરો તેની સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં બિપાશા બસુ સ્વીમિંગ પુલના કિનારે બેઠેલી સુંદર દેખાઇ રહી છે.
આ બિપાશા બાસુએ વ્હાઇટ ફ્લોરેલ ડિઝાઇનવાળું સ્વીમસૂટ પહેર્યું છે. આની સાથે તેને વ્હાઇટ કલરનું શ્રગ કેરી કર્યુ છે, જેમાં તે એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે. ફેન્સ બિપાશા બાસુના આ લૂકને ખુબ પસંદ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી બિપાશા બાસુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને પોતાના ફેન્સ સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.
આપને જણાવી દઇએ કે બિપાશા અને કરણે ‘અલોન’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને તે પછી બંને પ્રેમમાં પડ્યા હતા, ત્યારબાદ એપ્રિલ 2016 માં બંનેએ લગ્ન કરી લીધા હતા. આ પછી, બંને થ્રિલર વેબ સિરીઝમાં સાથે જોવા મળ્યા હતા.