Site icon

બોલિવૂડના આ સેલીબ્રીટીસ અનુપમા સિરિયલ નો એક પણ એપિસોડ ચૂકતા નથી- 2 વર્ષમાં બની ગયો તેમનો ફેવરેટ શો

News Continuous Bureau | Mumbai

સિરિયલ 'અનુપમા'(TV serial) નાના પડદાના તે શોમાંથી એક છે જે સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ‘અનુપમા’ (Anupamaa) સિરિયલને લોકો ખૂબ જ જોશથી જોવાનું પસંદ કરે છે. અનુપમાના આવનારા ટ્વિસ્ટ અને ટર્ન્સની(Twists and turns) ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. એટલા માટે નિર્માતાઓ પણ ‘અનુપમા’ને બનાવવા માટે સખત મહેનત કરે છે. થોડા સમય પહેલા, સિરિયલ ‘અનુપમા’એ તેની 2 વર્ષની સફર પૂર્ણ કરી છે. 2 વર્ષમાં ‘અનુપમા’એ ઘણા લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. આ યાદીમાં બોલિવૂડ સ્ટાર્સના(Bollywood stars) નામ પણ સામેલ છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ ‘અનુપમા’ સિરિયલને ખૂબ જ રસથી જુએ છે. આ રિપોર્ટમાં અમે તમને તે સ્ટાર્સ ના પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Join Our WhatsApp Community

મિથુન ચક્રવર્તી(Mithun Chakraborty)

આ યાદીમાં પહેલું નામ બોલિવૂડ એક્ટર(Bollywood actor) મિથુન ચક્રવર્તીનું છે. મિથુન ચક્રવર્તીના પરિવારની વહુ મદાલસા શર્મા(Madalsa Sharma) ‘અનુપમા’ સિરિયલનો એક ભાગ છે. મદાલસા શર્મા ‘અનુપમા’માં કાવ્યાનો રોલ કરી રહી છે. આવી સ્થિતિમાં મિથુન ચક્રવર્તીનો પરિવાર પણ આ શો જોવાનું ચૂકતો નથી. મિથુન ચક્રવર્તી તેના સમગ્ર પરિવાર સાથે રૂપાલી ગાંગુલીનો(Rupali Ganguly) શો જુએ છે. મદાલસા શર્માએ એક ઈન્ટરવ્યુમાં પણ ઉલ્લેખ કર્યો છે કે મિથુન તેના કામને સંપૂર્ણ સમર્થન આપે છે.

આ સમાચાર પણ વાંચો : શહેનાઝ ગિલ ના હાથ લાગ્યો બોલિવૂડનો બીજો મોટો પ્રોજેક્ટ-ઇન્ડસ્ટ્રી ના આ દિગ્ગજ કલાકારો સાથે શેર કરશે સ્ક્રીન

સારા અલી ખાન(Sara Ali Khan)

થોડા મહિના પહેલા સારા અલી ખાન પોતાની ફિલ્મ(Bollywood film) ‘અતરંગી રે’ના(Atrangi Re) પ્રમોશન(Promotion) માટે સિરિયલ 'અનુપમા'ના સેટ પર પહોંચી હતી. સારા અલી ખાને સેટ પર રૂપાલી ગાંગુલી સાથે વાત કરતા ઘણા ખુલાસા કર્યા હતા. સારા અલી ખાને કહ્યું હતું કે તેની માતા સીરિયલ ‘અનુપમા’ની મોટી ફેન છે. સારા અલી ખાનની માતા અને બોલિવૂડ અભિનેત્રી(BOllywood actress) અમૃતા સિંહ(Amrita singh) રોજ સિરિયલ ‘અનુપમા’ જુએ છે.

રણબીર કપૂર(Ranbir kapoor)

રણબીર કપૂરે સ્ટાર પ્લસના(Star Plus) જાણીતા રિયાલિટી શો(Reality show) સનડે વિથ સ્ટાર(Sunday with star) પરિવાર ના સેટ પર રૂપાલી ગાંગુલી સાથે સારો સમય વિતાવ્યો હતો.આ શોમાં આવીને રણબીર કપૂરે જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યો પણ ‘અનુપમા’ સિરિયલના દીવાના છે. આ સાંભળીને રૂપાલી ગાંગુલીની ખુશીનો પાર ન રહ્યો.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version