Site icon

બોલિવૂડ માં પોતાનો અભિનય નો જાદુ ચલાવ્યા બાદ હવે આ અભિનેતા નજર આવશે ગુજરાતી ફિલ્મ માં,જુઓ તેનો ફર્સ્ટ લુક

News Continuous Bureau | Mumbai 

ફિલ્મ અભિનેતા ચંકી પાંડે બોલિવૂડ માં પોતાના અભિનય નો જાદુ ચલાવ્યા બાદ હવે ગુજરાતી ફિલ્મ માં જોવા મળશે. ચંકી પાંડે  ઘણા વર્ષોથી બોલિવૂડ ની ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેણે ઘણી બધી ફિલ્મોમાં પોતાના અલગ-અલગ ભૂમિકા ભજવી ને લોકોના દિલમાં મહત્વનું સ્થાન બનાવ્યું છે.  હવે અભિનેતા એક  ઐતિહાસિક ફિલ્મમાં જોવા મળશે, તે સંપૂર્ણપણે નેગેટિવ ભૂમિકા છે. તે ફિલ્મ ‘નાયિકા દેવી: ધ વોરિયર કવીન’માં વિલન મુહમ્મદ ઘોરીનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાંથી તેનો એક લુક સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ બિહામણો  દેખાઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

 

આ ફિલ્મ ના નિર્માતાઓએ વિલન, મુહમ્મદ ઘોરીનું અદભૂત પોસ્ટર બહાર પાડ્યું છે. બી-ટાઉન સ્ટાર ચંકી પાંડે આ  ફિલ્મ માં  વિલન ની  ભૂમિકામાં છે. અભિનેતા ચંકી પાંડે, મુહમ્મદ ઘોરીના ઊગ્ર દેખાતા પાત્ર સાથે ગુજરાતી સિનેમામાં પદાર્પણ કરવા માટે તૈયાર છે.પોસ્ટરમાં ચંકી પાંડે નિર્દય જોવા મળી રહ્યો છે. દરેક વસ્તુની વચ્ચે, લડતો અને તીરોથી ઘેરાયેલો, ચંકી પાંડે મુહમ્મદ ઘોરી તરીકે ઊભો છે, તેના હાથમાં તલવાર છે અને તેના ચહેરા પર ગુસ્સો છે. નાયકા દેવીઃ ધ વોરિયર ક્વીન એ ગુજરાતી સિનેમાની પ્રથમ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન નીતિન જી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સંગીત પાર્થ ઠક્કર દ્વારા આપવામાં આવ્યું છે અને ગીતો ચિરાગ ત્રિપાઠી દ્વારા લખવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : 35 હજાર ફૂટની ઊંચાઈએ ફસાયા અજય દેવગણ અને રકુલ પ્રીત, ધમાકેદાર અંદાજમાં જોવા મળ્યા અમિતાભ બચ્ચન, જુઓ 'રનવે 34'નું સનસનીખેજ ટીઝર

તમને જાણવી દઈએ કે ચંકી પાંડેએ ઘણી કોમેડી ફિલ્મો કરી છે, જેના કારણે તેની ઈમેજ પણ લોકોના મનમાં કોમેડી એક્ટર જેવી બની ગઈ છે, હવે તે આ ફિલ્મ ઘ્વારા નેગેટિવ ભૂમિકા ભજવીને તે પોતાની વર્સેટાઈલ એક્ટિંગનો પરિચય કરાવી રહ્યો છે. જોકે, આ ફિલ્મ આવ્યા બાદ જ ખબર પડશે કે ચંકી પાંડે આ ફિલ્મમાં તેના પાત્રને કેટલો ન્યાય કર્યો છે.. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે `અભય`માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

Saba Azad: ઋતિક રોશન સાથે રિલેશનશિપમાં હોવા છતાં સબા આઝાદ એ તેના એક્સ બોયફ્રેન્ડ વિશે કરી એવી વાત કે અભિનેતા ને લાગી શકે છે ઝટકો
Abhishek Bachchan: માતા કે પિતા? કોની સાથે શોપિંગ કરવા જવું પસંદ કરે છે અભિષેક બચ્ચન, જુનિયર બી નો મજેદાર જવાબ થયો વાયરલ
‘The Bengal Files’ : ધ બંગાળ ફાઇલ્સ ને પશ્ચિમ બંગાળ માં રિલીઝ થાય તે માટે IMPPAએ નરેન્દ્ર મોદી ને લખી ચિઠ્ઠી, વડાપ્રધાન ને કરી આવી વિનંતી
Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન એ ખટખટાવ્યો દિલ્હી હાઈકોર્ટ નો દરવાજો, આ મામલે કોર્ટ પહોંચી અભિનેત્રી
Exit mobile version