Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Yami Gautam: રિવિંજ માટે તૈયાર છે યામી! ‘ધુરંધર’ ફિલ્મમાં એન્ટ્રી સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ

Dhurandhar 2 Yami Gautam: આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મમાં પત્ની યામીનો ધમાકેદાર કેમિયો; રણવીર સિંહ સાથે એક્શન મોડમાં જોવા મળશે અભિનેત્રી

Yami Gautam Joins 'Dhurandhar: The Revenge': Special Action Cameo Confirmed in Aditya Dhar’s Blockbuster Sequel

Yami Gautam Joins 'Dhurandhar: The Revenge': Special Action Cameo Confirmed in Aditya Dhar’s Blockbuster Sequel

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Yami Gautam: વર્ષ 2025 ની સૌથી મોટી હિટ ફિલ્મ ‘ધુરંધર’ ની સફળતા બાદ હવે તેના બીજા ભાગ એટલે કે ‘ધુરંધર: ધ રિવિંજ’ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બોક્સ ઓફિસ પર 1000 કરોડનો આંકડો પાર કરનાર આ ફિલ્મના સિક્વલમાં હવે યામી ગૌતમની એન્ટ્રી થઈ ગઈ છે. આ સમાચાર બાદ ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે, કારણ કે યામી તેના પતિ અને દિગ્દર્શક આદિત્ય ધર સાથે ફરી એકવાર કામ કરતી જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Teaser Out: ‘ધુરંધર 2’ નું ધાંસુ ટીઝર રિલીઝ: “આ નવું હિન્દુસ્તાન છે…”, રણવીર સિંહનો રૌદ્ર અવતાર જોઈને ફેન્સના રુંવાડા ઉભા થઈ ગયા

ધુરંધર 2 માં યામી ની એન્ટ્રી!

મીડિયા રિપોર્ટ  મુજબ, આ એક્શન પેક્ડ ફિલ્મમાં યામી ગૌતમ એક અત્યંત મહત્વનો અને ચોંકાવનારો કેમિયો  કરતી જોવા મળશે. અહેવાલોનું માનીએ તો, યામીએ તેના ભાગનું 5 દિવસનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મમાં તેનો રોલ વાર્તામાં એક મોટો વળાંક  લાવશે જે પ્રેક્ષકોને હેરાન કરી દેશે.યામી ગૌતમે અગાઉ એક ઈન્ટરવ્યુમાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે જ્યારે તેણે આદિત્ય ધરની આ સ્ક્રિપ્ટ વાંચી ત્યારે તેને અફસોસ થયો હતો કે તે આ ફિલ્મનો ભાગ નથી. તેણે કહ્યું હતું કે સ્ક્રિપ્ટ  એટલી અદભૂત છે કે તેને એક છોકરો હોવાની ઈચ્છા થઈ હતી જેથી તે આ ફિલ્મમાં કામ કરી શકે. હવે મેકર્સે તેની આ ઈચ્છા પૂરી કરી છે અને તેને એક મજબૂત એક્શન રોલમાં કાસ્ટ કરી છે.


ફિલ્મના પહેલા ભાગમાં રણવીર એ ‘હમઝા અલી’ ના પાત્રમાં અદભૂત અભિનય કર્યો હતો. હવે બીજા ભાગમાં પણ તે પોતાના એક્શન અવતારમાં વાપસી કરી રહ્યો છે. નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર આદિત્ય ધર આ ફિલ્મને પહેલા કરતા પણ વધુ ભવ્ય બનાવવા માંગે છે. હાલમાં જ રિલીઝ થયેલા ટીઝરને સોશિયલ મીડિયા  પર શાનદાર પ્રતિસાદ મળ્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે લોકો આ સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Indias Got Latent Faces Legal Trouble સમય રૈનાનો શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ફરી વિવાદોમાં મુકેશ છાબડા અને નેટફ્લિક્સ ઈન્ડિયા સામે ઔપચારિક ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો!
Richest Indian Actor Title સંપત્તિમાં ₹૨૫૦૦ કરોડનો જંગી કડાકો છતાં શાહરુખ ખાન ભારતનો સૌથી અમીર એક્ટર સલમાન ખાન અને અમિતાભ બચ્ચન કેટલા પાછળ? જુઓ આંકડા!
Udta Teer Trailer Out ‘ઉડતા તીર’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ પાકિસ્તાની જાસૂસ બન્યા આયુષ્માન ખુરાના, સારા અલી ખાન સાથે ભરપૂર એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ!
Exit mobile version