Site icon

ક્રાઇમ પેટ્રોલ ના દર્શકો માટે સારા સમાચાર: આ દિવસે ઓન એર થવા જઈ રહ્યો છે સોની ટીવીનો સસ્પેન્સ થ્રિલર શો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 01 માર્ચ  2022          

Join Our WhatsApp Community

મંગળવાર

સોની ટીવીનો  સસ્પેન્સ થ્રિલર શો 'ક્રાઈમ પેટ્રોલ'એ થોડા મહિના પહેલા બ્રેક લીધો હતો. પરંતુ દેશમાં બનતા ગુનાઓ વિશે માહિતી આપતો આ શો ફરી એક વાર ટીવી પર વાપસી કરી રહ્યો છે.જો કે હાલમાં આ શોને કોણ હોસ્ટ કરશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ 7 માર્ચથી સોમવારથી શુક્રવાર રાત્રે 10 વાગ્યે આ શો નવા નામથી એટલે કે 'ક્રાઈમ પેટ્રોલ' 2.0થી પ્રસારિત થશે. જ્યારથી આ શો બંધ થયો છે ત્યારથી ચાહકો તેના પરત આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે આ શોના પોતાના એક ખાસ દર્શકો નો વર્ગ છે.

 

આ  સમાચાર આપતા સોની ટીવીએ એક રસપ્રદ પ્રોમો શેર કર્યો છે. આ પ્રોમોની નીચે કેપ્શનમાં લખ્યું છે કે આ 5 સેકન્ડમાં તમને લાગ્યું કે કંઈ થયું નથી? પરંતુ ભારતમાં દર 5 સેકન્ડે કોઈને કોઈ ગુનાનો શિકાર બને છે તેવો અંદાજ છે. તેથી જ ક્રાઈમ પેટ્રોલ 2.0 તમને નવી રીતે વધુ શક્તિ આપવા આવી રહ્યું છે, ફક્ત સોની ટીવી પર. આ પહેલા પણ ઘણી જાણીતી હસ્તીઓ આ શોને હોસ્ટ કરી ચૂકી છે.છેલ્લી સિઝનમાં, હોસ્ટ અનૂપ સોનીએ શોમાંથી બ્રેક લીધો હતો પરંતુ થોડા સમય પછી તે ફરીથી શોમાં જોડાયો હતો. અનૂપની સાથે, બોલિવૂડની ઘણી હસ્તીઓએ પણ સીઝન 5માં ક્રાઈમ પેટ્રોલના કેટલાક ખાસ એપિસોડનું આયોજન કર્યું હતું. દિવ્યાંકા ત્રિપાઠીએ મહિલાઓ પર આધારિત અપરાધ પર એક વિશેષ શ્રેણીનું આયોજન કર્યું હતું. દિવ્યાંકા પછી સોનાલી કુલકર્ણી અને આશુતોષ રાણા પણ થોડા સમય માટે 'ક્રાઈમ પેટ્રોલ' સાથે જોડાયેલા હતા.

અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરનું ટ્રાન્સફોર્મેશન જોઈને ચોંકી ગઈ કેટરિના કૈફ, સ્ટાર કિડ્સ નું ફિટનેસ પર કરી આવી કોમેન્ટ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે, ક્રાઈમ પેટ્રોલની શ્રેણીનું પ્રીમિયર 9 મે 2003ના રોજ થયું હતું, તે વાસ્તવિક જીવનના ગુનાઓ પર આધારિત ભારતની સૌથી લાંબી ચાલતી ટીવી શ્રેણી છે. આ શોની અત્યાર સુધી 5 સીઝન ઓન એર થઈ ચૂકી છે. હવે 2.0 સાથે આ શો ની સીઝન 6 ઓન એર થવા જઈ રહી છે. 

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version