Site icon

બસ છેલ્લી વાર : ડેનિયલ ક્રેગ રેડ કાર્પેટ પર જેમ્સ બૉન્ડ તરીકે ચાલશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

હૉલિવુડની પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી જેમ્સ બૉન્ડની ફિલ્મ 'નો ટાઇમ ટુ ડાઇ'નો મંગળવારે લંડનમાં વર્લ્ડ પ્રીમિયર હતો. આ દરમિયાન અભિનેતા ડેનિયલ ક્રેગ છેલ્લી વખત જેમ્સ બૉન્ડના અવતારમાં રેડ કાર્પેટ પર ચાલ્યો હતો. ડેનિયલ નો ટાઇમ ટુ ડાઇમાં છેલ્લી વખત જેમ્સ બૉન્ડની ભૂમિકામાં જોવા મળશે અને એ પછી તેણે આ પાત્રમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે. આ ફિલ્મ ભારતમાં 30 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2006માં ડેનિયલ ફિલ્મ કેસિનો રૉયલમાં ડિટેક્ટિવ જેમ્સ બૉન્ડની ભૂમિકામાં દેખાયો હતો. એ ક્વોન્ટમ ઓફ સોલેસ’, ‘સ્કાયફૉલઅને સ્પેક્ટરમાં પણ દેખાયો છે. નોંધપાત્ર વાત એ છે કે જ્યાં કોરોનાને કારણે ઘણી ફિલ્મોની રિલીઝ સ્થગિત કરવામાં આવી હતી, ત્યાં નો ટાઇમ ટુ ડાઇપણ સામેલ છે. આ ફિલ્મ અગાઉ એપ્રિલ 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ એ પછી રિલીઝની તારીખોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે નવો જેમ્સ બૉન્ડ એક અભિનેતા નહીં, પણ એક અભિનેત્રી લશ્ના લિંચ દર્શકોની સામે હશે.

જાણો બોલીવૂડની બિગ બજેટ એવી 4 ફિલ્મો વિશે, જેણે લખલૂટ ખર્ચ કર્યા અને ફિલ્મ ભપ્પ થઈ ગઈ.

જેમ કે 'નો ટાઇમ ટુ ડાઇ' ફિલ્મ ડેનિયલ ક્રેગની જેમ્સ બૉન્ડ શ્રેણીની અંતિમ ફિલ્મ હશે. નિર્માતા બાર્બરા બ્રોકોલીએ એક નિવેદનમાં કહ્યું છે કે આ શ્રેણીના ચાહકો જે પ્રકારની આશા રાખી રહ્યા છે, ડેનિયલ ક્રેગ તરીકે જેમ્સ બૉન્ડનો અંત આ ફિલ્મમાં મહાન બનશે. OTT પર આ ફિલ્મ રિલીઝ થયાના અહેવાલો પણ હતા, પરંતુ મેકર્સે સ્પષ્ટપણે કહ્યું છે કે જેમ્સ બૉન્ડ સિરીઝની કોઈ ફિલ્મ વેચાણ માટે નથી. આ ફિલ્મ સિનેમાઘરોમાં જ રિલીઝ થશે.

Bhooth Bangla Release Date Out: ‘ભૂત બંગલા’ ની રિલીઝ ડેટ જાહેર: 14 વર્ષ બાદ અક્ષય કુમાર અને પ્રિયદર્શનનો ધડાકો, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે આ ફિલ્મ
The Raja Saab: ‘ધ રાજા સાબ’ જોવા માટે ખિસ્સા ખાલી કરવા પડશે! સ્પેશિયલ સ્ક્રીનિંગની ટિકિટનો ભાવ 1000 ને પાર, જાણો મલ્ટિપ્લેક્સના લેટેસ્ટ રેટ
Taskaree Trailer: નીરજ પાંડેનો વધુ એક માસ્ટરપીસ: ‘તસ્કરી’માં ઈમરાન હાશ્મીનો કિલર અંદાજ, શું શરદ કેલકર રોકી શકશે સ્મગલિંગનું આ નેટવર્ક?
Bigg Boss 19 Success Party: ડાન્સ ફ્લોર પર ધમાકો! ગૌરવ અને આકાંક્ષાની જોડીએ ‘ટીપ-ટીપ બરસા પાની’ પર મચાવી ધૂમ, જુઓ દુબઈ પાર્ટીનો વાયરલ વીડિયો.
Exit mobile version