Site icon

 બોલીવુડની આ દિગ્ગજ અભિનેત્રી ટાઈમ 100 ઈમ્પેક્ટ એવોર્ડમાં  સતત બીજી વખત સામેલ થનારી ‘પ્રથમ ભારતીય’ બની; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં ઈન્ટરનેશનલ ‘ટાઈમ’ મેગેઝીનની ૨૦૨૨ એવોર્ડ સેરેમની ૧૦૦ ઈમ્પેક્ટ પુરસ્કારોની યાદી બહાર પાડવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, ટાઈમ મેગેઝિન દ્વારા સતત બે વખત સન્માનિત થનાર પ્રથમ ભારતીય સેલિબ્રિટી તરીકે દીપિકા પાદુકોણ ઊભરી આવી છે. આ યાદીમાં વિશ્વભરના ઘણા વૈજ્ઞાનિકોથી લઈને સીઈઓ, કલાકારો અને કાર્યકર્તાઓ, પોપ સ્ટાર્સ અને રાજકારણીઓનો સમાવેશ થાય છે. ટાઈમ મેગેઝીન દ્વારા દર વર્ષે વિશ્વની ટોચની ૧૦૦ સૌથી પ્રેરણાદાયી વ્યક્તિઓનું લિસ્ટ બહાર પાડવામાં આવે છે. 

Join Our WhatsApp Community

દીપિકા પાદુકોણ એ બોલીવુડની એવી અભિનેત્રીઓમાંની એક છે, જેણે પોતાની જબરદસ્ત એક્ટિંગથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. તેણે બોલીવુડને આવી ઘણી હિટ ફિલ્મો આપી છે, જેના માટે વિવેચકોએ પણ તેની ખૂબ જ પ્રશંસા કરી છે. દીપિકા છેલ્લા કેટલાક સમયથી સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં નંબર વનના સ્થાન પર છે. ઘણા મોટા એવોર્ડ પોતાના નામે કરી ચુકેલી દીપિકાને આજે વધુ એક મોટી ઉપલબ્ધિ મળી છે. 

આ સમાચાર પણ વાંચો : આર્યન ખાન સંબંધિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુખ્ય સાક્ષી પ્રભાકર સેલના મોતની થશે તપાસ. ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે આ અધિકારીને આપ્યા આદેશ; જાણો વિગતે

દીપિકા પાદુકોણ હવે ટાઈમ મેગેઝીનની ૧૦૦ ઈમ્પેક્ટ એવોર્ડ્‌સની શક્તિશાળી યાદીમાં ફરી એકવાર સામેલ થનારી પ્રથમ ભારતીય સેલિબ્રિટી બની ગઈ છે. દીપિકાએ આ ઈવેન્ટ માટે સેલેબ્સના ફેવરિટ ફેશન ડિઝાઇનર ‘સબ્યસાચી’ની ડિઝાઇન કરેલી ગોલ્ડન કલરની બિડેડ વર્કવાળી શિયર સાડી પહેરી હતી, જેમાં તે ખૂબ જ એલિગન્ટ લાગી રહી છે. લગભગ એક દાયકાથી દીપિકા પાદુકોણે બોલીવુડમાં સફળતાપૂર્વક પોતાનો સિક્કો જમાવી દીધો છે. વિશ્વમાં ઘણી ખ્યાતિ મેળવનાર દીપિકાના નામે હવે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. દીપિકાએ પોતે આ ખુશખબર તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઈન્ટરનેશનલ ટાઈમ મેગેઝીનની ૨૦૨૨ની ૧૦૦ ઈમ્પેક્ટ એવોર્ડ મેળવનાર પાવરફુલ લોકોની યાદી બહાર પાડવામાં આવી છે. દીપિકા પાદુકોણ ટાઈમ મેગેઝિન દ્વારા બે વખત સન્માનિત થનાર પ્રથમ ભારતીય સેલિબ્રિટી બની છે. 

અગાઉ વર્ષ ૨૦૧૮માં જ્યારે ફેમસ મેગેઝિન ટાઈમના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડવામાં આવી હતી, ત્યારે તેમાં ભારતીય ફિલ્મ જગતમાંથી માત્ર દીપિકા પાદુકોણને જ સ્થાન મળ્યું હતું. જોકે, તે સમયે ભારતમાંથી વિરાટ કોહલી અને ઓલા કેબના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલનું નામ પણ આ યાદીમાં સામેલ હતું. ઉત્કૃષ્ઠ અભિનય સિવાય અભિનેત્રી દીપિકા પાદુકોણે માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ ઘણું કામ કર્યું છે, જેના કારણે તેને આ મહાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૫માં, તેણીએ ડિપ્રેશન સાથેની તેની લડાઈ વિશે ખુલાસો કર્યો હતો અને ત્યારથી માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી તેના જીવનનો એક મોટો ભાગ બની ગઈ છે. વર્ષ ૨૦૧૫માં, તેણે ‘લીવ લવ લાફ’ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી, જે માનસિક સ્વાસ્થ્યના સંઘર્ષને જાહેરમાં સંબોધવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે. 

આ સમાચાર પણ વાંચો : મોદી સરકારના લક્ષ્યાંકને પણ વટાવી ગઈ નિકાસ, નાણાકીય વર્ષ 2021-22માં અધધ આટલા અબજ ડોલરનો માલ વિદેશમાં વેચાયો…

દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો તેણી હવે શાહરૂખ ખાન સાથે મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય દીપિકા રિતિક રોશન અને અનિલ કપૂર સાથે ‘ફાઈટર’ ફિલ્મમાં પણ જોવા મળશે.

Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Mardaani 3 OTT Release Date: તૈયાર થઈ જાઓ! ‘મર્દાની 3’ ની OTT રિલીઝ ડેટને લઈને આવ્યું મોટું અપડેટ; જાણો કયા પ્લેટફોર્મે ખરીદ્યા રાઈટ્સ
Dharmendra: ધર્મેન્દ્ર નું વધ્યું ગૌરવ: પદ્મ એવોર્ડ્સની યાદી જાહેર; જાણો કયા કલાકારોને મળ્યું સન્માન
King release date: શાહરૂખ ખાનની ‘કિંગ’ ૨૦૨૬માં મચાવશે ધૂમ! રિલીઝ ડેટના એનાઉન્સમેન્ટથી ચાહકોમાં ઉત્સાહ; જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં
Exit mobile version