Site icon

Cannesના રેડ કાર્પેટ પર ડગ્યો દીપિકાનો કોન્ફિડન્સ, ઓરેન્જ ટ્રેલ ગાઉનમાં પડી આ પ્રકારની તકલીફ; જુઓ વિડિયો.. 

 News Continuous Bureau | Mumbai 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ(cannes film festival) માંથી દરરોજ દીપિકા પાદુકોણ(Deepika Padukone)નાં નવાં નવાં લૂક્સ આવે છે અને જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. છેલ્લે તે કાન્સનાં રેડ કાર્પેટ(red carpet) પર ઓરેન્જ કલરનું ગાઉન પહેરીને પહોંચી હતી. આ ગાઉનમાં તે ઘણી જ સુંદર લાગતી હતી પણ તેને સંભાળવું અને તેને પહેરીને ચાલવામાં તેને ઘણી મુશ્કેલી પડી હતી જેને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ(Troll) પણ થઇ હતી.

Join Our WhatsApp Community

દીપિકા પાદુકોણ જ્યૂરી મેમ્બર્સ(jury members) સાથે ફિલ્મ 'લિનોસન્ટ'ના પ્રીમિયરમાં આવી હતી. આ દરમિયાન તે ઑફ શોલ્ડર ઓરેન્જ ગાઉન(Off shoulder orange gown)માં આવી હતી. આ ગાઉનમાં દીપિકા ઘણી જ સુંદર લાગતી હતી. દીપિકાએ સો.મીડિયામાં કાન ફિલ્મ ફેસ્ટિવલની તસવીરો પણ શૅર કરી હતી.

 

આ ગાઉન એટલું લાંબુ હતું કે તેને પહેરીને ચાલવું ઘણું મુશ્કેલ હતું. જે માટે દીપિકાએ વારંવાર તેને પકડવું પડી રહ્યું હતું. ચાલતા સમયે તેનાં પગમાં પણ આવતું હતું જેને કારણે તેણે ગાઉનનું પોટલું બનાવી હાથમાં પકડીને ઉચકીને સીડીઓ ચઢવી પડી હતી. 

દીપિકાનું ગાઉન જાેઇને સોશિયલ મીડિયા પર તે ખૂબ જ ટ્રોલ થઇ હતી. કોઇએ કહ્યું કે, આ શું પહેરીને આવી ગઇ તો કોઇએ લખ્યું. આખી પાર્ટીનું પોતુ થઈ ગયું. તો કોઇએ લખ્યું, લાગે છે આણે ટ્રાયલ લીધા વગર જ ડ્રેસ પહેરી લીધો છે. તો અન્ય એકે લખ્યું છે કે, ખુબજ ગંદી રીતે ડિઝાઇન કરેલો ડ્રેસ છે. 

દીપિકાને વર્કફ્રંટની વાત કરીએ તો તે હવે તે શાહરુખ ખાનની 'પઠાન'માં જોવા મળશે. આ ઉપરાંત તે હૃતિક રોશન સાથે 'ફાઇટર’ માં કામ કરી રહી છે.

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version