ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે વર્ષોથી કામ કરતી શેમારૂ એન્ટરટેઈનમેન્ટ દર્શકોની નાડ પારખવામાં આજે પણ અજોડ છે. આ વાતનો પુરાવો તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુજરાતી વેબસિરીઝ ‘યમરાજ કોલિંગ’થી મળી ગયો છે. દેવેન ભોજાણી અને નીલમ પંચાલ સ્ટારર આ વેબસિરીઝને માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના ખૂણે ખૂણે અને વિદેશમાં વસતા ગુજરાતીઓએ મન ભરીને આવકારી છે.
આ સાથે જ શેમારૂમીએ સાબિત કરી દીધું છે કે ગુજરાતી દર્શકોને તેમનું મનગમતું કન્ટેન્ટ આપવામાં તેમની કોઈ જ હરિફાઈ નથી. આગામી દિવસોમાં પણ શેમારૂમી પર દર્શકોને ખડખડાટ હસાવતા, મનોરંજન આપતા નાટકો, ફિલ્મો, વેબસિરીઝ રજૂ થતા રહેશે.
ઓમિક્રોન સામે ભારતીય કોવિશિલ્ડ, કોવેક્સિન રક્ષણ આપી શકે : જાણો નિષ્ણાંતોનો શું છે દાવો
ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ડિરેક્ટર ધર્મેશ મહેતાએ ડિરેક્ટ કરેલી ‘યમરાજ કોલિંગ’ વેબસિરીઝથી ટેલિવિઝનના લોકપ્રિય એક્ટર દેવેન ભોજાણીએ ઓટીટી ક્ષેત્રે ડેબ્યુ કર્યો છે. ખુશીની વાત એ છે કે દર્શકોએ તેમને આ વેબસિરીઝમાં જબરજસ્ત પ્રેમ આપ્યો છે. તો ફિલ્મમાં નીલમ પંચાલ, દિગ્ગજ એક્ટર દીપક ઘીવાલા, મેઝલ વ્યાસ, મીત શાહ અને મનન દેસાઈનું કામ પણ દર્શકોએ ખૂબ જ વખાણ્યું છે.
આ વેબસિરીઝ એક એવા પિતા, પુત્ર, પતિની વાર્તા છે, જે પરિવારનું ભવિષ્ય સુધારવા માટે તેમનો વર્તમાન જ ભૂલી જાય છે. ‘યમરાજ કૉલિંગ’ વેબસિરીઝની વાર્તા અમર નામના મધ્યમવર્ગીય પુરુષની આસપાસ ફરે છે, જે એક પરિવારનો મોભી છે. જે પોતાના બાળકો, પત્ની અને પિતાના ભવિષ્યને સિક્યોર કરવા માટે દિવસ-રાત એક કરીને મહેનત કરે છે. જો કે આ મહેનત દરમિયાન તે પરિવારને સમય આપવાનું, તેમની સાથે જીવવાનું ભૂલી જાય છે. આખરે એક દિવસ અચાનક યમરાજ તેને લેવા આવે છે, ત્યારથી અમરના જીવનમાં શું થાય છે, તેની વાત આ વેબસિરીઝમાં કહેવાઈ છે.
ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.