ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર
આવતી કાલ એટલે કે (૧૮ નવેમ્બર) થી શેમારુ મી પર જાણીતા નિર્માતા નિર્દેશક ધર્મેશ મહેતાની ગુજરાતી વેબ સિરીઝ ‘યમરાજ કોલિંગ’ સ્ટ્રીમ થવા જઇ રહી છે. દેવેન ભોજાણી અને નીલમ પંચાલ સિરીઝના મુખ્ય કલાકારો છે .
આ અંગે વાત કરતા ધર્મેશ મહેતા કહે છે કે, એક મધ્યમવર્ગી વ્યક્તિ તેની પત્ની અને સંતાનો ની તમામ જરૂરિયાતો ને પુરી કરવા માટે દિવસ–રાત જોયા વગર તનતોડ મહેનત કરે છે જેથી તેના પરિવાર ને ખુશ રાખી શકે. પરંતુ આ બધાની વચ્ચે તે પરિવાર ને સમય આપી શકતો નથી અને છેવટે એક દિવસ યમરાજ તેને લેવા માટે આવી જાય છે. યમરાજ સાથે તેની મુલાકાત બાદ તેના જીવનમાં કેવો વળાંક આવે છે તેના માટે તો તમારે આ વેબ સિરીઝ જોવી પડશે.
ગુજરાતી ફિલ્મ સિરિયલના દિગ્દર્શક ધર્મેશ મહેતા એ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના શરૂઆતના ૫૦૦ એપિસોડ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ સહીત અનેક ગુજરાતી ફિલ્મ, સીરીયલ ના નિર્માતા રહી ચુક્યા છે. ‘ યમરાજ કોલિંગ’ માં દેવેન ભોજાણી મુખ્ય ભૂમિકા માં જોવા મળશે આ ઉપરાંત દીપક ઘીવાલા, નીલમ પંચાલ, મેઝલ વ્યાસ, મીત શાહ અને મનાં દેસાઈ પણ જોવા મળશે.
વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો દેવેન ભોજાણી એ ઘણી હિન્દી તેમજ ગુજરાતી ટીવી સીરીયલો માં કામ કર્યું છે. દેવેન ભોજાણી એ ‘જો જીતા વોહી સિકંદર’ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. છેલ્લે તેઓ ‘વાગલે કી દુનિયા’ માં જોવા મળ્યા હતા. આ સિરીઝ વિશે વાત કરતા દેવેન કહે છે કે આ વેબ સિરીઝ ની વાર્તા મારા હૃદય ને સ્પર્શી ગઈ. તેથી મને લાગ્યું કે મારે ‘યમરાજ કોલિંગ’ કરવી જોઈએ.