Site icon

છૂટાછેડા પછી પણ ધનુષ અને ઐશ્વર્યા નથી છોડી રહ્યા એકબીજાનો સાથ, આ કારણ આવ્યું સામે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

 સોમવાર 

સાઉથ ફિલ્મોનો સુપરહિટ એક્ટર ધનુષ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. હાલમાં જ તે તેની પત્ની ઐશ્વર્યાથી અલગ થઈ ગયો છે. આ અલગ થવાને કારણે ધનુષ અને ઐશ્વર્યા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે.ધનુષ અને ઐશ્વર્યાએ આ રીતે 18 વર્ષ ના લગ્ન જીવન ના અંત ની જાહેરાત થી  બધા દંગ રહી ગયા. ધનુષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ફેન્સને તેના અલગ થવાની માહિતી આપી હતી. દરમિયાન, હવે એવા અહેવાલો છે કે ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત એક જ હોટલમાં રોકાયા છે.

હાલમાં જ એક મીડિયા હાઉસે એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે પૂર્વ કપલ ધનુષ અને ઐશ્વર્યા હાલમાં હૈદરાબાદની એક હોટલમાં સાથે રહે છે. આ રિપોર્ટ અનુસાર હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં 'સ્ટાર હોટેલ' છે અને બંને આ હોટલમાં રોકાયા છે.જોકે બંને અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને તે સંબંધમાં હોટલમાં રોકાયા છે. તમને જણાવી દઈએ કે, આ એક એવી હોટલ છે જ્યાં રામોજી રાવ સ્ટુડિયોમાં શૂટિંગ કરનાર મોટાભાગની હસ્તીઓ રોકાય છે.તમને જણાવી દઈએ કે, ધનુષ પોતાના કામના સંબંધમાં આ હોટલમાં રોકાઈ રહ્યો છે અને ઐશ્વર્યા તેના એક ગીતના કારણે ત્યાં રોકાઈ રહી છે. એવા અહેવાલો છે કે ધનુષ અને ઐશ્વર્યાને જાણ નથી કે બંને એક જ હોટલમાં રોકાયા છે. તે જ સમયે, બંને વચ્ચે કોઈ વાતચીત થઈ છે કે કેમ તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

અનુપમા ફેમ સમરે તેની લવ લાઈફ વિશે કર્યા રસપ્રદ ખુલાસા! કરી ચુક્યો છે ઉર્ફી જાવેદને ડેટ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, ધનુષ અને ઐશ્વર્યાએ વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને બે પુત્રો પણ છે, જેમના  નામ યાત્રા અને લિંગા  છે. ધનુષ અને ઐશ્વર્યાના લગ્ન  ને 18 વર્ષ થયા અને 18 વર્ષ પછી બંને અલગ થઈ ગયા. તે જ સમયે, અભિનેતાના પિતાએ કહ્યું હતું કે તેઓ બંને પારિવારિક ઝઘડાને કારણે અલગ થયા છે.

Sunjay Kapur Assets Row: સંજય કપૂર મિલકત વિવાદ પર યાચિકા દાખલ કરી ચૂકેલા કરિશ્મા ના બાળકો ને પ્રિયા કપૂર એ કર્યો આવો સવાલ
Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ
Abhishek Bachchan: ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હાઇકોર્ટ, આ મામલે કરી અરજી
Two Much: કાજોલ અને ટ્વિંકલ ખન્ના લાવશે મસ્તીભર્યો ટોક શો, જાણો ક્યારથી શરૂ થશે ‘ટૂ મચ’ શો
Exit mobile version