ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
ટીવી એક્ટ્રેસ ડોનાલ બિષ્ટ બોલ્ડ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે. અભિનેત્રી ડોનલ બિષ્ટએ તાજેતરમાં જ કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં ડોનાલ બિશ્ટ સ્વિમિંગપુલમાં એન્જોય કરતી નજર આવી રહી છે. ડોનાલ બિષ્ટએ યેલો સ્વિમસૂટ કેરી કર્યો છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં લોકો તેનો અવતાર જોઈને પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે.
ટીવી શો ‘એક દિવાના થા’માં શર્નાયાનું પાત્ર ભજવીને અને’ રૂપ-મર્દ કા નય સ્વરૂપ ‘માં ઈશિકા પટેલનું પાત્ર ભજવીને લોકોમાં લોકપ્રિયતા મેળવી હતી.
આપને જણાવી દઇએ કે અભિનયમાં જોડાતા પહેલા ડોનાલે કોલેજના દિવસો દરમિયાન મોડેલિંગ શરૂ કરી હતી અને જર્નાલિઝમની ડિગ્રી લીધા પછી તેણે એક ન્યૂઝ ચેનલમાં કામ કરવાનું શરૂ કર્યું. તે ડીડી નેશનલના ચિત્રહારની એન્કર પણ રહી ચૂકી છે. તેની અભિનય કારકિર્દીની શરૂઆત 2005માં સિરિયલ એરલાઇન્સથી થઈ હતી. આ પછી તે ટ્વિસ્ટેડ લવ શો, કલશ-એક વિશ્વાસમાં જોવા મળી હતી.