Site icon

તેજસ્વી પ્રકાશ બાદ ‘બિગ બોસ 15’ ના આ કન્ટેસ્ટન્ટ પર મહેરબાન થઇ એકતા કપૂર, ઓટ્ટ પર ઓફર કર્યો નવો શો; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

કરણ કુન્દ્રા બિગ બોસ 15માંથી બહાર આવ્યા બાદ સતત ચર્ચામાં છે. બિગ બોસમાંથી બહાર આવતાની સાથે જ એકતા કપૂરે તેની પાર્ટનર તેજસ્વી પ્રકાશને તેની સિરિયલ નાગીન 6 માટે સાઈન કરી હતી અને હવે તે શોમાં સમાન લીડ રોલ કરી રહી છે.તેજસ્વી પછી હવે એકતા કપૂર કરણ કુન્દ્રા પર પણ મહેરબાન થઈ ગઈ છે. તાજેતરમાં, કરણ કુન્દ્રાએ એકતાના શો લોક અપમાં જેલર તરીકે પ્રવેશ કર્યો છે અને હવે એકતાએ તેને OTT શોની ઓફર પણ કરી છે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ પોર્ટલ  સાથે વાત કરતા, એક સૂત્રએ કહ્યું, “કરણ કુન્દ્રા એક OTT શો માટે એકતા કપૂર સાથે વાતચીત કરી રહ્યો છે. પ્રોડક્શન હાઉસ સાથે તેમનો સંબંધ જૂનો છે અને તેઓ તેમના માર્ગદર્શક છે. આ શો થોડા મહિનામાં પ્રસારિત થઈ શકે છે.” કરણ કુન્દ્રાએ કેટલાક મ્યુઝિક વીડિયો સાઈન કર્યા છે. તાજેતરમાં જ તેનો અને તેજસ્વીનો એક મ્યુઝિક વીડિયો સામે આવ્યો છે. આ સિવાય તેણે એક ફિલ્મ પણ સાઈન કરી હોવાના અહેવાલ છે. પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.એવું માનવામાં આવે છે કે એકતા કપૂરનો નવો શો જેમાં કરણ કુન્દ્રા મહત્વની ભૂમિકામાં જોવા મળશે તે ટૂંક સમયમાં પ્રસારિત થઈ શકે છે.કરણ કુન્દ્રાને ભૂતકાળમાં બાલાજી ટેલિફિલ્મ્સની બહાર પણ ઘણી વખત જોવામાં આવ્યો છે. એટલું જ નહીં, કરણ કુન્દ્રા તેની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશને પણ એકતા કપૂરના શો નાગિન 6 ના સેટ પર મળવા જાય છે, તેથી જો એકતા કપૂર ફરી એકવાર કરણ સાથે હાથ મિલાવે તો નવાઈ નહીં.

આ સમાચાર પણ વાંચો : સુહાનાએ બોલિવૂડ ના કિંગખાન ને આપી આ સલાહ, દીકરીની વાત માનીને મસ્તી કરતા જોવા મળ્યો અભિનેતા: જુઓ વિડીયો, જાણો વિગત

કરણ કુન્દ્રા હાલમાં તેજસ્વી પ્રકાશ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે. બંને અવારનવાર પાપારાઝી દ્વારા સ્પોટ કરવામાં આવે છે અને બંનેના ફોટા અને વિડિયો ખૂબ વાયરલ થાય છે.તમને જણાવી દઈએ કે કરણ કુન્દ્રા બિગ બોસ સીઝન 15માં સેકન્ડ રનર અપ હતો, જ્યારે તેની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ વિજેતા બની હતી.જો કે, તમામ સ્ટાર્સ OTT સ્પેસથી પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે. આખું બોલિવૂડ પણ OTT પર આવી રહ્યું  છે. આવા માં કરણ કુન્દ્રાને વેબ શોમાં જોવો ખૂબ જ રસપ્રદ રહેશે.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Exit mobile version