અનિલ કપૂરે જર્મનીમાં અકિલિસ ટેન્ડનની ટ્રીટમેન્ટ કરાવી 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

સોમવાર

અનિલ કપૂર બોલિવૂડનો એક એવો સ્ટાર છે જે પોતાની ફિટનેસ માટે જાણીતો છે. અનિલ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે પોતાની લેટેસ્ટ પોસ્ટ દ્વારા અવારનવાર પોતાના ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી લે છે. થોડા દિવસ પહેલા જ તેનો જીમ ફિટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. ત્યારે હવે તેને વિદેશથી એક વીડિયો શેર કર્યો છે.

ગયા વર્ષે અનિલ કપૂરે જણાવ્યું હતું કે તે 10 વર્ષથી પગને લગતી અકિલિસ ટેન્ડનની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. હવે સર્જરી વગર જ તેણે આ સમસ્યાથી છૂટકારો મેળવ્યો છે. આ બીમારી વ્યક્તિના પગના નીચેના ભાગમાં નુકસાન પહોંચાડે છે. જેના કારણે ચાલવામાં તકલીફ થાય છે અને દુખાવો થાય છે. આ સમસ્યાના કારણે સર્જરીમાં પણ કરાવી પડે છે.

અકિલિસ ટેન્ડનાઇટિસ (Achilles tendinitis) નામની આ ઇન્જરી પગની પિંડી અને પગના પંજાને જોડતા સ્નાયુમાં થાય છે. આ ઇજા મોટે ભાગે દોડવીરોને થાય છે. વધુ પડતા દોડવા કે દોડવાની ઝડપ વધારી દેવાને કારણે પગની પિંડીમાં આવેલા અકિલિસ ટેન્ડન નામના સ્નાયુને ઇજા પહોંચે છે. મોટી ઉંમરે ટેનિસ-બાસ્કેટબોલ રમવાનું શરૂ કરતા 50-60 વર્ષના લોકોમાં પણ આ ઇન્જરીનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે આ સ્નાયુ ચિરાઈ જાય અને અસહ્ય દુખાવો થાય ત્યારે તેવા કિસ્સામાં સર્જરીની જરૂર પડે છે. અનિલ કપૂરના કિસ્સામાં આ જ થયું છે.

 

કેટરિના અને વિકીનાં લગ્નમાં ઈન્ટરનેશનલ મહેમાનો પણ હાજરી આપશે

 

આ વીડિયોમાં અનિલ કપૂરે લખ્યું- સ્નો પર એક પરફેક્ટ વૉક, જર્મનીમાં લાસ્ટ ડે. તેને ખુલાસો કર્યો છે કે મારી છેલ્લી સારવાર માટે ડૉ. મુલરને મળવા જવું છે. તેને અને તેના મેજીકલ સ્પર્શ માટે આભારી છું. અનિલ કપૂરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. દુનિયાભરના ડૉક્ટરોએ તેને સર્જરી કરાવવાની સલાહ આપી હતી, પરંતુ ડૉ. મુલરે સર્જરી વગર જ તેને સાજો કરી દીધો હતો.

એક્ટરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અનિલ કપૂર છેલ્લે અનુરાગ કશ્યપની થ્રિલર ફિલ્મ ‘એકે વર્સેસ એકે’માં જોવા મળ્યો હતો. આ સિવાય તે ‘એનિમલ’ ‘જુગ જુગ જિયો’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે નીતુ કપૂર જોવા મળશે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment