Site icon

ભારતમાં નહીં પરંતુ આ સુંદર સ્થળ પર લગ્ન કરશે ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર; જાણો શું છે તેમનો પ્લાન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,10 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

ગુરૂવાર 

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંને પહેલા ફેબ્રુઆરીમાં કોર્ટમાં લગ્ન કરશે અને પછી એપ્રિલમાં ભવ્ય લગ્નનું આયોજન કરશે. ફરહાન અખ્તરના પિતા જાવેદ અખ્તરે પોતે મીડિયામાં કન્ફર્મ કર્યું છે કે બંને લગ્ન કરી રહ્યા છે. પણ ક્યારે અને કેવી રીતે? આ અંગેની વિગતો આપવામાં આવી નથી. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે લગ્ન માટે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ સ્થળ નક્કી કરવામાં આવી રહ્યું છે.

એક ન્યૂઝ પોર્ટલ ને ફરહાન અને શિબાનીના નજીકના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તેઓ એક નહીં પરંતુ ત્રણ સ્થળો વિશે વાત કરી રહ્યા છે. પ્રથમ મુંબઈ, બીજું લોનાવાલા અને ત્રીજું મોરેશિયસ છે. ત્રણમાંથી, મોરેશિયસ ભવ્ય ઉજવણી માટે ફાઇનલિસ્ટ હોવાનું કહેવાય છે. જો કે, આ ત્રણેય સ્થળોએ લગ્નના જુદા જુદા ફન્કશન  કરવામાં આવે તે શક્ય છે.જોકે, ફરહાન અને શિબાનીએ હજુ ડેસ્ટિનેશન ફાઈનલ કર્યું નથી. ફરહાન અને શિબાની 21 ફેબ્રુઆરીએ લગ્ન કરવાના છે. લગ્ન વિશે વાત કરતાં જાવેદ  અખ્તરે કહ્યું હતું કે, હા, લગ્ન થઈ રહ્યા છે. બાકી, વેડિંગ પ્લાનર્સ લગ્નની તૈયારીઓ જોઈ રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા સ્વાભાવિક છે કે મોટા પાયા પર તેનું આયોજન કરી શકાય નહીં. તેથી અમે ફક્ત થોડા લોકોને જ બોલાવી રહ્યા છીએ. શિબાની વિશે વાત કરતાં જાવેદ અખ્તરે  કહ્યું હતું કે, તે એક સારી  છોકરી છે. અમે બધા તેને ખૂબ પસંદ કરીએ છીએ. તે મહત્વનું છે કે ફરહાન અને તેણી બંને એકબીજાને સારી રીતે ઓળખે, જે સારી બાબત છે.

લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં જવા માટે ધર્મેન્દ્ર 3 વખત તૈયાર થયા, પણ ગયા નહીં, અભિનેતા એ આપ્યું આ કારણ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે શિબાની અને ફરહાન ઘણા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. બંને એકબીજા સાથે ફોટા શેર કરતા રહે છે. કામમાંથી બ્રેક લઈ ને  પણ બંને વેકેશન પર જતા રહે છે.ફરહાનની દીકરીઓ પણ શિબાનીની ખૂબ નજીક છે. એટલું જ નહીં, જાવેદ અખ્તર પણ શિબાનીને પોતાની વહુ બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. 

De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Dharmendra Health: ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવા છતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કેમ? ડોક્ટરે કર્યો ખુલાસો
Exit mobile version