Site icon

‘બૅન્ગ-બૅન્ગ’ અને ‘વૉર’ બાદ હવે સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી પહેલી એરિયલ ઍક્શન ફિલ્મ ‘ફાઇટર’ માં પ્રથમ વાર જોવા મળશે આ જોડી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

10 જાન્યુઆરી, 2021એ હૃતિક રોશનના જન્મદિવસ પરના ખાસ પ્રસંગે ઍક્શન ફિલ્મ 'ફાઇટર'ની જાહેરાત કરવામાં આવી અને એમાં દીપિકા-હૃતિક લીડ રોલમાં હશે. મહિનાઓ સુધી ઉત્સુકતા વધાર્યા બાદ ફિલ્મના મેકર્સે જાહેરાત કરી છે  દીપિકા-હૃતિક સ્ટારર 'ફાઇટર' ભારતની પહેલી એરિયલ ઍક્શન ફ્રેન્ચાઇઝી હશે. આ ફિલ્મ દ્વારા હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ પહેલી વાર સાથે કામ કરવા જઈ રહ્યાં છે અને તેમની ફ્રેશ કેમેસ્ટ્રી પડદા પર જોવા માટે દર્શકો ઉત્સુક હોય એ સ્વાભાવિક છે.

વાયકોમ 18 સ્ટુડિયો, સિદ્ધાર્થ આનંદ અને તેમનાં પત્ની મમતા, રેમન ચિમ્બ અને અંકુ પાંડે સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરશે. સ્ટુડિયોના ચીફ ઑપરેટિંગ ઑફિસર અજિત અંધારેએ એક નિવેદનમાં કહ્યું, "એરિયલ ઍક્શન ફિલ્મ અનોખો સિનેમેટિક અનુભવ આપે છે. ભારતમાં આ પ્રકારનો પ્રયોગ હજી સુધી થયો નથી. હૉલિવુડ ફિલ્મ 'ટૉપ ગન'નો ચાહક હોવાથી હું છેલ્લાં ઘણાં વર્ષોથી એવી વાર્તાની શોધમાં હતો જેના મૂળ ભારતમાં હોય અને એના પર કોઈ એરિયલ ઍક્શન ફિલ્મ બનાવી શકાય. આ ફિલ્મ 'ફાઇટર' હશે. સિદ્ધાર્થ આનંદને આ પ્રકારની ફિલ્મોની સમજ છે અને તેઓ પોતાની ખાસ નિર્દેશન શૈલી દ્વારા ફિલ્મોને શાનદાર બનાવે છે. હું તેમની સાથે આ ફિલ્મ બનાવા ઉત્સુક છું." ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે આ ફિલ્મને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવતાં કહ્યું, "મને એ વાતનો અત્યંત આનંદ છે કે આ ફિલ્મ બનાવા માટે મને અજિત જેવી વ્યક્તિનો સપોર્ટ મળી રહ્યો છે. આ ફિલ્મ દ્વારા અમારો ઉદ્દેશ ભારતીય ફિલ્મોને વિશ્વભરના ઍક્શન-પ્રેમીઓ સમક્ષ પ્રસ્તુત કરવાનો છે." ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે વૈશ્વિક દર્શકોને ધ્યાનમાં રાખીને 'ફાઇટર' ફિલ્મ બનાવાઈ રહી છે. ત્યારે શૂટિંગમાં લેટેસ્ટ મેથડ અને ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ દુનિયાના વિવિધ દેશોમાં કરવામાં આવશે.

લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલી આ પ્રતિભાશાળી અભિનેત્રી અજય દેવગણ સાથે કરી રહી છે OTT પર ડેબ્યૂ; જાણો કોણ છે તે અભિનેત્રી

એક ફિલ્મ ક્રિટિકે આ ફિલ્મ વિશે અપડેટ આપતાં જણાવ્યું હતું કે ફિલ્મની વાર્તા ભારતીય પરિસ્થિતિ પર આધારિત છે અને દેશનાં સશસ્ત્ર દળોની વીરતા, બલિદાન અને દેશભક્તિને સલામ કરે છે. દીપિકા-હૃતિક સ્ટારર 'ફાઇટર' ફિલ્મને 30 સપ્ટેમ્બર, 2022માં રિલીઝ કરવામાં આવશે.

 

Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Mardaani 3 OTT Release Date: તૈયાર થઈ જાઓ! ‘મર્દાની 3’ ની OTT રિલીઝ ડેટને લઈને આવ્યું મોટું અપડેટ; જાણો કયા પ્લેટફોર્મે ખરીદ્યા રાઈટ્સ
Dharmendra: ધર્મેન્દ્ર નું વધ્યું ગૌરવ: પદ્મ એવોર્ડ્સની યાદી જાહેર; જાણો કયા કલાકારોને મળ્યું સન્માન
King release date: શાહરૂખ ખાનની ‘કિંગ’ ૨૦૨૬માં મચાવશે ધૂમ! રિલીઝ ડેટના એનાઉન્સમેન્ટથી ચાહકોમાં ઉત્સાહ; જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં
Exit mobile version