Site icon

આ અભિનેત્રી સાથે લગ્ન કરવા ગોવિંદાએ સુનીતા સાથે સગાઈ તોડી, જાણો શું થયું એ સંબંધોનું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

 

90ના દાયકામાં બૉલિવુડના ટોચના સ્ટાર્સમાંના એક એવા ગોવિંદા એક સમયે અભિનેત્રી નીલમ કોઠારીનો દીવાનો હતો. ગોવિંદા, જેને પ્રેમથી 'ચીચી' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે નીલમ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ જોડીને દર્શકોએ ખૂબ પસંદ પણ કરી હતી. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, ગોવિંદાએ પ્રથમ વાર નીલમ કોઠારીને ફિલ્મનિર્માતા પન્નાલાલ મહેરાની ઑફિસમાં જોઈ હતી. એવું કહેવાય છે કે ગોવિંદાને પ્રથમ નજરે જ નીલમ સાથે પ્રેમ થઈ ગયો હતો.તમને જણાવી દઈએ કે આ દરમિયાન સુનીતા પણ ગોવિંદાના જીવનમાં આવી હતી. સુનીતા અને ગોવિંદાની સગાઈ થઈ હતી. જોકે નીલમ ગોવિંદાના દિલ અને દિમાગ પર છવાયેલી હતી. કહેવાય છે કે નીલમને લઈને સુનીતા અને ગોવિંદા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

 સમાચાર અનુસાર ગોવિંદાએ સુનીતા સાથેની સગાઈ તોડીને નીલમ સાથે લગ્ન કરવાનો નિર્ણય પણ લીધો હતો. જોકે ત્યાર બાદ ગોવિંદાની માતા નિર્મલાદેવીએ અભિનેતાને આમ કરતાં રોક્યો. કહેવાય છે કે ગોવિંદાની માતા ઇચ્છતી હતી કે તે સુનીતા સાથે લગ્નનું વચન પૂરું કરે. ગોવિંદા તેની માની વાત કદી ટાળતો નહોતો અને તેમનું ઘણું સન્માન કરતો હતો. બાદમાં માતા ખાતર, ગોવિંદાએ નીલમ સાથે સંબંધ તોડી નાખ્યો અને સુનીતા સાથે લગ્ન કર્યાં.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે આનંદના સમાચાર, શોમાં પરત ફરી રહી છે આ અભિનેત્રી; જાણો કોણ છે તે અભિનેત્રી

નીલમે યુકેના ઉદ્યોગપતિ ઋષિ સેઠિયા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ ટૂંક સમયમાં જ તેના છૂટાછેડા થઈ ગયા. આ પછી નીલમે અભિનેતા સમીર સોની સાથે બીજા લગ્ન કર્યાં. લગ્નના બે વર્ષ બાદ બંનેએ આહાના નામની પુત્રીને દત્તક લીધી હતી.

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version