News Continuous Bureau | Mumbai
કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા બાદ ગુરમીત ચૌધરી અને દેબીનાના ઘરે પણ કિલકારી ગુંજી છે. નવરાત્રિમાં તેમના ઘરે માતાનું આગમન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેબીનાએ 3 એપ્રિલના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. પિતા બનેલા ગુરમીતે એક વીડિયો શેર કરીને ફેન્સને આ ખુશખબર આપી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.ગુરમીતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેમાં ગુરમીતનો હાથ દેબીનાના હાથમાં છે. બંને હાથ ખોલે છે અને છોકરીનો નાનો હાથ દેખાય છે. આ વીડિયોના કેપ્શનમાં ગુરમીતે લખ્યું છે કે, “અત્યંત કૃતજ્ઞતા સાથે અમે અમારી “બેબી ગર્લ”નું આ દુનિયામાં સ્વાગત કરીએ છીએ. તમારા બધા ના પ્રેમ અને પ્રાર્થના માટે આભાર. પ્રેમ અને કૃતજ્ઞતા – ગુરમીત અને દેબીના."
અભિનેતાના આ વીડિયો પર ટીવીથી લઈને બોલિવૂડ કલાકારો તરફથી શુભેચ્છાઓ આવી રહી છે. બોલિવૂડ એક્ટર સોનુ સૂદે પણ ગુરમીતને અભિનંદન પાઠવ્યા છે. તેણે લખ્યું, "અભિનંદન મારા ભાઈ." અભિનેતા બખ્તિયારે લખ્યું, “અભિનંદન. બધી નિંદ્રાહીન રાતો માટે પણ શુભકામનાઓ… ભગવાન આશીર્વાદ આપે.” આ ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મુનમુન દત્તા એટલે કે બબીતા જીએ પણ શુભેચ્છાઓ આપી હતી.
આ સમાચાર પણ વાંચો : ચેક બાઉન્સ ના કેસમાં ફસાયા બોલિવૂડના આ દિગ્ગ્જ ડિરેક્ટર, ફટકારવામાં આવી એક વર્ષ ની સજા; જાણો વિગત
તમને જણાવી દઈએ કે આ બંનેએ ટીવીની રામાયણમાં રામ અને સીતાની ભૂમિકા ભજવી હતી. ત્યારથી બંનેની જોડી ફેમસ થવા લાગી. આ દરમિયાન બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. 2009માં આ જોડીએ રિયાલિટી ટીવી શો 'પતિ-પત્ની ઔર વો'માં ભાગ લીધો હતો. આ શોમાંથી બહાર આવ્યાના થોડા સમય બાદ જ બંનેએ લગ્ન કરી લીધા હતા.બંનેએ એકબીજાને મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દેબીના બંગાળી પરિવારની છે અને ગુરમીત બિહારનો છે. ઘણી વિનંતીઓ પછી, તેમના સંબંધોને પરિવાર તરફથી મંજૂરી મળી હતીનોંધનીય છે કે ગુરમીત અને દેબીનાએ વર્ષ 2006માં જ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. તેઓએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2011માં બંનેએ પરિવાર અને મિત્રો વચ્ચે સાત ફેરા લીધા.