Site icon

હૃતિક રોશન નો સબા આઝાદ સાથે ખુલ્લમ ખુલ્લો પ્રેમ, એક બીજા નો હાથ પકડી થયા એરપોર્ટ પર સ્પોટ, યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા; જુઓ વિડીયો જાણો વિગત

News Continuous Bureau | Mumbai

હૃતિક રોશન હાલમાં પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. હૃતિકનું નામ સબા આઝાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા અને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ પણ કરતા હતા. સબાની તસવીર પણ સામે આવી હતી જેમાં તે હૃતિકના પરિવાર સાથે હતી. જે બાદ એવી ચર્ચાઓ થઈ હતી કે હૃતિકના પરિવારે તેને સ્વીકારી લીધો છે. હવે હૃતિક અને સબા મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા.

Join Our WhatsApp Community

હૃતિક અને સબા એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. બંને એકબીજાનો હાથ પકડીને એરપોર્ટના ગેટ તરફ આગળ વધી રહ્યા હતા. દેખાવ વિશે વાત કરીએ તો, હૃતિકે સફેદ ટી-શર્ટ સાથે બ્લુ જીન્સ પહેર્યું હતું. આ સાથે તેણે ટોપી પહેરી હતી. બીજી તરફ સબાએ ગ્રે કલરના ક્રોપ ટોપ સાથે પેન્ટ પહેર્યું હતું.હૃતિક રોશન અને સબા એરપોર્ટથી બહાર નીકળ્યા કે તરત જ તેઓ પોતાની કારમાં બેસી ગયા અને ચાલ્યા ગયા. હૃતિક અને સબા ભૂતકાળમાં ઘણી વખત સાથે જોવા મળ્યા છે. હૃતિકે હજુ જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી પરંતુ જે રીતે બંને સોશિયલ મીડિયા પર એકબીજાના વખાણ કરે છે તે તેમના સંબંધોને દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો : ઓસ્કાર બાદ ગ્રેમી એવોર્ડ્સ 2022માં પણ લતા મંગેશકર અને બપ્પી લહેરીને શ્રદ્ધાંજલિ આપવામાં ના આવતા ભારતીય ચાહકો થયા નારાજ, સોશિયલ મીડિયા પર આપી આવી પ્રતિક્રિયા; જાણો વિગત

આ તસવીરો સામે આવ્યા બાદ યુઝર્સે હૃતિક રોશનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. સબા આઝાદને જોઈને એક યુઝરે લખ્યું – 'કેટલી નાની છોકરી.' બીજા એક યુઝરે લખ્યું- 'આમાં અફવાની વાત શું છે તે સ્પષ્ટ છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે.' અન્ય એ કહ્યું , 'હજુ અફવા છે?' એક યુઝરે લખ્યું- 'તો હવે તે ઓફિશિયલ છે.' એક યુઝરે કરી હદ, તેણે લખ્યું- 'મને લાગ્યું કે તેની દીકરી છે'. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હૃતિક રોશન ટૂંક સમયમાં તેની નવી ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે. જેમાં તેની સાથે દીપિકા પાદુકોણ જોવા મળશે.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version