Site icon

‘જય ભીમ’ અને ‘શેર શાહ’ ‘ વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મ બની અને ધ ફેમિલી મેન 2’ સૌથી લોકપ્રિય વેબ સિરીઝ બની, આ છે IMDbની ‘2021 ટોપ 10’ યાદી ; વાંચો પૂરી લિસ્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર

વર્ષ 2021 પુરુ થવામાં છે. તેમજ, કોરોના ને કારણે, અડધા વર્ષ માટે લોકડાઉન હતું. જેના કારણે લોકોને ઘરોમાં જ રહેવું પડ્યું હતું. ન તો થિયેટર ખોલવામાં આવ્યા કે ન તો ત્યાં ફિલ્મો રિલીઝ થઈ. આવી સ્થિતિમાં, મોટાભાગની ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી અને ઘણી બધી ફિલ્મોને ખૂબ પ્રેમ અને પ્રશંસા મળી હતી. આવી કેટલીક શ્રેષ્ઠ 10 ફિલ્મો અને વેબ સિરીઝ IMDb દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવી છે, જેમાં 'ધ ફેમિલી મેન 2', 'શેર શાહ' જેવી ઘણી ફિલ્મો અને શ્રેણીનો સમાવેશ થાય છે, જેને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને રેકોર્ડબ્રેકિંગ રેટિંગ્સ પણ મળ્યા હતા.

IMDb એ 2021 ની ઘણી ફિલ્મોને લિસ્ટ કરી છે. આ લિસ્ટિંગમાં એમેઝોન પ્રાઇમ વિડિયોની છ ફિલ્મો અને વેબ સિરીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૂચિમાં 1 જાન્યુઆરીથી 29 નવેમ્બર, 2021 વચ્ચે થિયેટરો અથવા OTTમાં રિલીઝ થયેલી ફિલ્મોનો સમાવેશ થાય છે, જેનું IMDb રેટિંગ 6.5 કે તેથી વધુ છે.તેમાંથી 'જય ભીમ' ટોપ પર છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત કાનૂની-ડ્રામા છે, જેનું નિર્દેશન ટીજે ગ્રાનવેલ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઇરુલર જાતિના લોકો સાથે અન્યાયી વર્તન અને ભેદભાવ દર્શાવે છે. આ ફિલ્મ 'Amazon Prime Video' પર રિલીઝ કરવામાં આવી હતી, જેને લોકો અને વિવેચકોએ ખૂબ વખાણી હતી. તેમજ, બીજા નંબરની ફિલ્મ 'શેરશાહ' કારગીલના હીરો કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે.કેપ્ટન બત્રાની ભૂમિકા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ભજવી હતી અને તેનું નિર્દેશન વિષ્ણુવર્ધન દ્વારા કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં દક્ષિણ ભારતીય અભિનેતા વિજય થાલાપથી અને વિજય સેતુપતિની 'માસ્ટર', દિગ્દર્શક શૂજિત સરકારની 'સરદાર ઉધમ', અભિનેતા ધનુષની 'કર્ણન', સની કૌશલ અને રાધિકા મદનની 'શિદ્દત', ફિલ્મ નિર્માતા જીતુ જોસેફની 'દૃશ્યમ 2' અને છેલ્લે 'હસીન દિલરૂબા' નંબર 10 પર છે. 

આ IMDb સૂચિ IMDb પ્રો મૂવી અને ટીવી રેન્કિંગ્સમાંથી લેવામાં આવી છે, જે IMDb વપરાશકર્તાઓના વાસ્તવિક પૃષ્ઠ દૃશ્યો પર આધારિત છે અને સમગ્ર વર્ષ દરમિયાન સાપ્તાહિક અપડેટ કરવામાં આવે છે. ફિલ્મો ઉપરાંત, પ્રાઇમની વેબ સિરીઝ, 'ધ ફેમિલી મેન 2', 'ધ લાસ્ટ આર' અને 'મુંબઈ ડાયરીઝ 26/11' પણ ટોપ 10 વેબ સિરીઝમાં સામેલ હતી.પ્રાઇમ ઉપરાંત, ટોચની 10 વેબ સિરીઝમાં TVFની 'એસ્પિરન્ટ્સ' YouTuber ભુવન બામની સિરિઝ 'ઢીંઢોરા ' સુનીલ ગ્રોવર સ્ટારર 'સનફ્લાવર', રિચા ચઢ્ઢા અને રોનિત રોય સ્ટારર મર્ડર મિસ્ટ્રી 'કેન્ડી', નેટફ્લિક્સની 'રે', ડિઝની+ હોટસ્ટાર ની  'ગ્રહણ' સામેલ છે. ', તમન્ના ભાટિયા સ્ટારર 'નવેમ્બર સ્ટોરી' (તમિલ)એ પણ પોતાનું સ્થાન બનાવ્યું છે.

KBC 13: જેઠાલાલે બબીતાજી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, અમિતાભ બચ્ચને તેની અપેક્ષાઓ પર ફેરવી દીધું પાણી, જુઓ વીડિયો

દરમિયાન, એમેઝોન પ્રાઇમ વિડિયોના કન્ટ્રી હેડ, ગૌરવ ગાંધીએ તેમની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, “પ્રાઈમ વિડિયોમાં, અમે ભારત અને સમગ્ર વિશ્વમાં અમારા દર્શકો માટે ઉત્તમ વાર્તાઓ લાવવાનું કામ કરી રહ્યા છીએ. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં સ્થાનિક સામગ્રીના વિશ્વ પ્રીમિયર સાથે, અમે જાણીએ છીએ કે સારી સામગ્રી ભાષા અથવા ભૌગોલિક સીમાઓ થી  પરે છે.આ વર્ષે અમારી ઘણી ફિલ્મો અને શ્રેણીઓને દર્શકોનો પ્રેમ મળ્યો છે. IMDbની યાદીમાં ટોચની 10 ફિલ્મો અને વેબ સિરીઝના નામ સામેલ છે. અમે આનાથી ખૂબ જ ખુશ છીએ અને અમને વાર્તાકારો પર ગર્વ છે.

Aamir Khan: આમિર ખાનની ઝોળીમાં વધુ એક સન્માન, આ એવોર્ડ મેળવનાર પહેલો અભિનેતા બનશે
Dharmendra Health : ધર્મેન્દ્રની તબિયત સુધરી, હેમા માલિનીએ કહ્યું- હવે બધું ઠીક છે.
Tu Meri Main Tera Main Tera Tu Meri to Release: થિયેટરો માં ધૂમ મચાવવા આવી રહી છે કાર્તિક અને અનન્યા ની જોડી, ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ની રિલીઝ ડેટ થઇ જાહેર
Ikkis: ઈક્કીસ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો અગસ્ત્ય નંદા ની ફિલ્મ
Exit mobile version