પોતાના થી દસ વર્ષ મોટા બિઝનેસ ટાયકૂન ને ડેટ કરી રહી છે સુષ્મિતા સેન- સોશિયલ મીડિયા પર અભિનેત્રી સાથેની તસવીરો શેર કરી કહી આ વાત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મિસ યુનિવર્સ સુષ્મિતા સેન (Sushmita Sen)વિશે આઘાતજનક સમાચાર ત્યારે આવ્યા જ્યારે બિઝનેસ ટાયકૂન લલિત મોદીએ(Lalit Modi) તેના સોશિયલ મીડિયા પેજ પર સુષ્મિતા સાથેની કેટલીક તસવીરો શેર કરી. લલિત મોદીએ સુષ્મિતાને પોતાની અર્ધાંગિની(better half) ગણાવી હતી. આ સાથે લખ્યું છે કે આ તેના જીવનની નવી સફર છે. લલિત મોદીની પોસ્ટ બાદ અટકળો શરૂ થઈ ગઈ હતી કે બંનેએ લગ્ન (marriage)કરી લીધા છે. પ્રથમ ટ્વિટના(tweet) થોડા સમય બાદ તેણે બીજી ટ્વિટમાં સ્પષ્ટતા કરી હતી કે તે હવે ડેટ(dating) કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે ઘણી તસવીરો શેર કરી છે.તેની લેટેસ્ટ તસવીરો માલદીવની(Maldives) છે જ્યાં તે તેની રજાઓ ગાળવા આવ્યો હતો. સુષ્મિતાએ તાજેતરમાં રોહમન શૉલ (Rohman Shawl breakup)સાથે બ્રેકઅપ કર્યું છે. તે હવે લલિત મોદીને ડેટ કરી રહી છે, તેના વિશે કોઈને ખબર પણ નહોતી. આવી સ્થિતિમાં ચાહકો ને આ વાતની જાણ થતાં જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. 

લલિત મોદી એક ભારતીય બિઝનેસમેન(Indian Businessman) અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર(Cricket  administrative) છે.લલિત મોદીનો જન્મ 29 નવેમ્બર 1963ના રોજ થયો હતો. તેઓ સુષ્મિતા સેન કરતા 10 વર્ષ મોટા છે. મોદીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સ્થાપના કરી હતી. તેઓ તેના પ્રથમ અધ્યક્ષ અને કમિશનર હતા. લલિત મોદીએ 2008-10 સુધી ચેમ્પિયન્સ લીગની અધ્યક્ષતા પણ કરી હતી. તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપાધ્યક્ષ હતા. વિદેશમાં અભ્યાસ દરમિયાન લલિત મોદીને તેની માતાની મિત્ર મીનલ સાગરાની સાથે પ્રેમ થઈ ગયો. તેણે લગ્ન કર્યા. જો કે, આ લગ્ન ટક્યા ન હતા અને તેઓએ છૂટાછેડા(divorce) લીધા હતા. તેમને એક પુત્ર રૂચિર અને પુત્રી આલિયા છે.

આ સમાચાર પણ વાંચો : બોલીવુડ કિંગ ખાનના દીકરા આર્યન ખાનને મળી મોટી રાહત- કોર્ટે NCBને આપ્યો આ આદેશ- જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More