Site icon

મોટા પડદા પર આવશે ચેતન આનંદ અને પ્રિયા રાજવંશ ની પ્રેમકહાની-આ સ્ટાર્સ ભજવશે બંને દિગ્ગજોની ભૂમિકા

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર ચેતન આનંદ અને તેની પાર્ટનર પ્રિયા રાજવંશની લવસ્ટોરી (Chetan Anand and Priya Rajvansh love story)મોટા પડદા પર આવશે. વાસ્તવમાં આ બંને પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ એક મહિનામાં શરૂ થવા જઈ રહી છે અને તેને જાણીતા ફિલ્મ નિર્માતા અને અભિનેતા પ્રદીપ સરકાર (Pradip sarkar)બનાવી રહ્યા છે. દીપક મુકુટ આ ફિલ્મનું નિર્માણ કરશે. આ ફિલ્મમાં ચેતન આનંદ અને પ્રિયા રાજવંશ ની ભૂમિકા કોણ ભજવશે તે માટે નામ ફાઈનલ થઈ ગયા છે.

Join Our WhatsApp Community

આ ફિલ્મમાં ચેતન આનંદની ભૂમિકામાં કેકે મેનન (KK Menon)અને પ્રિયા રાજવંશની ભૂમિકા જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline fernandez)ભજવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેકલીન ફર્નાન્ડીઝ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ તેની કારકિર્દીની પ્રથમ બાયોપિક (Biopic)હશે. આ માટે તે ખૂબ જ મહેનત કરી રહી છે. આ ફિલ્મ 1921 થી 2000 ના દાયકાની શરૂઆત સુધી હિન્દી સિનેમાના ભવ્ય ઇતિહાસને દર્શાવશે. આ ફિલ્મમાં ચેતન આનંદ અને પ્રિયા રાજવંશનો રોમાંસ તેમજ પ્રિયા રાજવંશના મૃત્યુના(death) વિવાદને પણ બતાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : લાલ સિંહ ચઢ્ઢા ના પોસ્ટ પ્રોડક્શન માં વ્યસ્ત આમિર ખાને સ્ટુડિયો માં જ લીધો પાવર નેપ- ફિલ્મના ડિરેક્ટરે તસવીર શેર કરી કહી આ વાત

ચેતન આનંદ અને પ્રિયા રાજવંશની લવ સ્ટોરી (love story)વિશે વાત કરીએ તો તે ખૂબ જ રોમાંચક બનવાની છે. પ્રિયા રાજવંશ તેના કરતા 15 વર્ષ મોટા ચેતન આનંદના પ્રેમમાં પડી અને લગ્ન વિના તેની સાથે રહેવા લાગી(live in relationship). પ્રિયા રાજવંશે ચેતન આનંદની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને બંને વચ્ચે ઘણી નિકટતા હતી. કહેવાય છે કે ચેતન આનંદે પોતાની ઘણી બધી મિલકત પ્રિયા રાજવંશના નામે કરી દીધી હતી, જેના કારણે ચેતન આનંદના પુત્રોએ પ્રિયા રાજવંશની હત્યા(murder) કરાવી હતી.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version