2024ની ચૂંટણીમાં મોદીજીને છોડીને હું બીજા કોઈને પણ વોટ આપીશ, કારણ આપતાં બોલ્યો બૉલિવુડનો આ ઍક્ટર

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

મંગળવાર

બૉલિવુડ ઍક્ટર કમાલ આર. ખાન (KRK) સોશિયલ મીડિયા પર બહુ ઍક્ટિવ રહે છે. હાલમાં જ તેણે ઑલિમ્પિકના મામલે ટ્વીટ કરીને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. KRKએ ત્યાં સુધી કહ્યું કે 2024માં તે મોદીને છોડીને બીજા કોઈને પણ વોટ આપશે. અભિનેતાએ આનું કારણ પણ જણાવ્યું છે. KRKએ લખ્યું છે કે હું 2024ની ચૂંટણીમાં કોઈને પણ વોટ આપીશ, પરંતુ મોદીજીને નહીં. કેમ કે તેઓ પબ્લિસિટી સ્ટન્ટ વધારે કરે છે અને કામ ઓછું કરે છે. KRKએ તેના બીજા ટ્વીટમાં લખ્યું કે જો વડા પ્રધાન મોદીજી ઑલિમ્પિક ગેમ્સમાં સામેલ થનારા ખેડૂતોના છોકરાઓ સાથે વાત કરી શકે છે, તો તે ખેલાડીઓનાં માતા-પિતા સાથે વાત કેમ નથી કરી શકતા, જેઓ ખેડૂત છે? તેની આ પોસ્ટ ઉપર બધા યુઝર્સની પ્રતિક્રિયા પણ આવવા લાગી. એક યુઝરે લખ્યું કે બિલકુલ સાચું કહ્યું, હું પણ આગલી ચૂંટણીમાં તેમને વોટ નહીં આપુ. મોંઘવારી, લૉકડાઉન, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ગરીબી બધું જ તો છે. બીજા એક યુઝરે લખ્યું કે હું ગૅરન્ટી આપું છું કે એ પહેલાં પણ તમે તેમને વોટ નહીં આપ્યો હોય.

કપિલ શર્માના આશીર્વાદ લીધા અક્ષયકુમારે? ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરી કપિલે લખ્યું : નવી ફિલ્મ ‘બેલ બૉટમ’ માટે આશીર્વાદ લઈ રહેલા સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા શ્રી અક્ષયકુમાર

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment