Site icon

કાજોલ દેવગન દુર્ગા પૂજા પંડાલમાં પીઢ અભિનેત્રી જયા બચ્ચન પર સાવ નજીવી બાબતને લઈને થઈ ગુસ્સે- વિડીયો થયો વાયરલ

News Continuous Bureau | Mumbai

દેશભરમાં નવરાત્રીની ઉજવણી(Navratri celebration) થઈ રહી છે. આ દિવસોમાં માતાના દર્શન માટે પંડાલોમાં ભીડ જોવા મળે છે. લોકો દુર્ગા માની(Durga Maa) પૂજા કરે છે અને તેમના પરિવારની સુખ અને સમૃદ્ધિની(happiness and prosperity) કામના કરે છે. સામાન્ય લોકો જ નહીં પરંતુ સેલેબ્સ પણ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળે છે. દર વર્ષે દુર્ગા પૂજા(Durga Puja) દરમિયાન બંગાળી બહેનો(Bengali Sisters) કાજોલ(Kajol) અને રાની મુખર્જીની(Rani Mukherjee) તસવીરો અને વીડિયો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી(film industry) સામે આવે છે. આ વખતે પણ પંડાલમાંથી કાજોલનો એક વીડિયો સામે આવ્યો છે, પરંતુ આ વીડિયોમાં તે પૂજા નહીં પણ જયા બચ્ચનને(Jaya Bachchan) ઠપકો આપતી જોવા મળી રહી છે. આ વીડિયો ચાહકોમાં વાયરલ થઈ રહ્યો છે અને તેને જોઈને તેઓ હસવાનું રોકી શક્યા નથી.

Join Our WhatsApp Community

 આમ તો,કાજોલના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં ક્યારેક તેનો પુત્ર યુગ ભોગ પીરસતો જોવા મળે છે તો ક્યારેક તેની બહેન તનિષા(Tanisha) તેની માતાના આશીર્વાદ લેતી જોવા મળે છે. આમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કાજોલ જયા બચ્ચનને ઠપકો આપતી જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને ફેન્સનું હસવાનું રોકાઈ રહ્યું નથી. તે વારંવાર કાજોલની ઠપકો આપવાની સ્ટાઈલ પર કટાક્ષ કરી રહ્યા છે.બન્યું એવું કે, જયા બચ્ચન માસ્ક પહેરીને પંડાલમાં પહોંચી હતી. આ દરમિયાન કાજોલ તેને મળે છે અને કહે છે 'માસ્ક હટાવવો પડશે, પછી ભલે ગમે તે હોય.' આ વાત કહીને ખુદ જયા બચ્ચન પણ પોતાની જાતને હસતા રોકી ન શકી. જો કે, તે બધું મજાકમાં છે. ચાહકો પણ જયા બચ્ચન પર ના માસ્ક પહેરવા ને લઇ ને કટાક્ષ કરી રહ્યા છે, કાજોલની તોફાની સ્ટાઈલ લકો ને ખુબ પસંદ આવી છે.

આ સમાચાર પણ વાંચો :  સંસ્કારી વહુ અનુપમા અને દાંડિયા કવીન  ફાલગુની પાઠક ની જુગલબંધી-સ્ટેજ પર કર્યા ગરબા- જુઓ વિડીયો 

બી-ટાઉનમાં(B-Town) દુર્ગા પૂજાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. માતાની પૂજા કરવા અને તેમના આશીર્વાદ લેવા માટે ઘણી હસ્તીઓ પંડાલની મુલાકાત લે છે. અભિનેત્રી કાજોલનો પરિવાર દર વર્ષે દુર્ગા પૂજામાં હાજરી આપે છે. માત્ર કાજોલ જ નહીં પરંતુ તેની કઝીન રાની મુખર્જી પણ આ પૂજામાં હાજરી આપે છે. આ વખતે પણ બંને બહેનોએ માતાના આશીર્વાદ લીધા હતા. તેમના સિવાય બ્રહ્માસ્ત્રની ટીમના(team of Brahmastra) મૌની રોય(Mouni Roy), રણબીર કપૂર (Ranbir Kapoor) અને અયાન મુખર્જી(Ayan Mukherjee) પણ પંડાલમાં પહોંચ્યા હતા.

 

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version