Site icon

વેબ સિરીઝ આર્યા માટે સુષ્મિતા સેન પહેલા આ અભિનેત્રીનો કરવામાં આવ્યો હતો સંપર્ક-એક્ટ્રેસે શો રિજેક્ટ કરવા અંગે કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન રામ માધવાણીની વેબ સિરીઝ ‘આર્યા’ (Arya)થી પરત ફરી ત્યારે તેણે બધાનું દિલ જીતી લીધું અને બધાને પ્રભાવિત કર્યા. આ શોની પ્રથમ સિઝનને ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં બેસ્ટ ડ્રામા સિરીઝ (best drama series)માટે પણ નોમિનેટ કરવામાં આવી હતી. આર્યા 2 ડિસેમ્બર 2020 માં રિલીઝ થઈ હતી અને ફરીથી દર્શકો તરફથી તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. બંને સિઝન હિટ રહી હતી. પરંતુ શું તમે જાણો છો કે સુષ્મિતા સેન પહેલા નિર્દેશક રામ માધવાણીએ આ ફિલ્મ માટે અન્ય અભિનેત્રીનો સંપર્ક કર્યો હતો.

Join Our WhatsApp Community

સુષ્મિતા સેન પહેલા આર્યા માટે કાજોલનો સંપર્ક(contact Kajol) કર્યો હતો. એક મીડિયા હાઉસ સાથેના તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન કાજોલે ખુલાસો કર્યો હતો કે તેને સુષ્મિતા સેનની આર્યાની ઓફર કરવામાં આવી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે આર્યા સાથે તેના OTT ડેબ્યૂ કરી શકતી હતી. કાજોલે કહ્યું "મારો સંપર્ક કરવામાં આવ્યો હતો," તેણે એ પણ સ્વીકાર્યું કે, તેણે આ શો જોયો છે. કાજોલે કહ્યું, "મેં કર્યું અને મને સ્ક્રિપ્ટ(script) ખરેખર ગમી. પરંતુ એવું થયું કે 'હું અંગત કારણોસર તે સમયે આ શો કરી શકી ન હતી'. જોકે, જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તે તારીખોને કારણે આ પ્રોજેક્ટ નહોતી કરી શકી? તો કાજોલે કહ્યું, "આના માટે બીજા પણ ઘણા કારણો હતા.".કાજોલે એ પણ ખુલાસો કર્યો હતો કે તે ટૂંક સમયમાં જ તેના OTT ડેબ્યૂ(OTT debut) કરવા જઈ રહી છે, પરંતુ તેણે તેનાથી સંબંધિત માહિતી શેર કરવાનો ઇનકાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મના ડાયલોગ ને લઇ ને કહી આવી વાત-તેમનો જવાબ સાંભળી નિર્માતા પામ્યા નવાઈ

તમને જણાવી દઈએ કે આર્યા 3 પર કામ શરૂ થઈ ગયું છે. ડિરેક્ટર રામ માધવાણીએ (Ram Madhvani)તાજેતરમાં જાહેરાત કરી હતી કે શોની ત્રીજી સિઝન પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એટલે કે એક વાર ફરી સુષ્મિતા સેન(Sushmita sen) આર્યા બનીને લોકો સામે આવવા તૈયાર છે. 

 

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version