Site icon

નેશનલ ક્રશ રશ્મિકા મંદન્નાએ આ કન્નડ અભિનેતા સાથે કરી હતી સગાઇ, 14 મહિના બાદ થયા રસ્તા અલગ, જાણો કારણ

News Continuous Bureau | Mumbai

રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna)આજે મોટી અભિનેત્રી બની ગઈ છે. તેને (Rashmika Mandanna))ને હવે બીજા કોઈની ઓળખની જરૂર નથી. અભિનેત્રીએ નાની ઉંમરમાં જ મોટી સફળતા મેળવી છે. રશ્મિકા એક પછી એક હિટ ફિલ્મો આપતી જોવા મળે છે. અભિનેત્રીને આ ઓળખ એમ જ નથી મળી, અભિનેત્રીએ પોતાની મહેનત અને ક્ષમતાના આધારે બધું જ હાંસલ કર્યું છે. રશ્મિકાએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ 'કિરિક પાર્ટી' (Kirik Party debut)થી ડેબ્યૂ કર્યું હતું. જે તેની કારકિર્દીની શરૂઆત કરવા માટેની શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ હતી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પરંતુ જો આપણે તેના અંગત જીવનની કેટલીક જૂની વાતો જોઈએ તો, અભિનેત્રીએ 2017 માં જ સગાઈ (engagement)કરી હતી, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, રશ્મિકા  મંદન્ના એક્ટર રક્ષિત શેટ્ટી (Rashmika Mandanna Rakshit Shetty engagement)સાથે સંબંધમાં હતી. રશ્મિકાએ પોતાના કરિયરની શરૂઆત રક્ષિત શેટ્ટી સાથે ફિલ્મ કિરિક પાર્ટીથી કરી હતી. આ દરમિયાન બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. જે બાદ આ કપલે વર્ષ 2017માં સગાઈ કરી લીધી હતી. જો કે, ભાગ્યને તેમના સંબંધો મંજૂર ન હતા. રશ્મિકા અને રક્ષિત (Rashmika and Rakshit)તેમની સગાઈના 14 મહિના પછી જ અલગ થઈ ગયા. રશ્મિકા અને રક્ષિત શેટ્ટીની સગાઈ કેમ તૂટી તે અંગે બંનેમાંથી કોઈએ ક્યારેય ખુલીને વાત કરી નથી.

આ સમાચાર પણ વાંચો : બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ KGF 2; જાણો ફિલ્મ ને જોવા કેટલા પૈસા ખર્ચવા પડશે અને આખી પ્રક્રિયા શું છે

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને સ્ટાર્સ વચ્ચે કોઈ તાલમેલ નહોતો. આ સિવાય કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમની સગાઈ તોડવાનું કારણ તેમનો પરિવાર હતો. જોકે રશ્મિકા અને રક્ષિતે સગાઈ તૂટવા પર કંઈ કહ્યું નથી. અને સત્ય ગમે તે હોય, તે ફક્ત તે જ કહી શકે છે.તમને જણાવી દઈએ કે રશ્મિકા મંદન્ના હવે માત્ર સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં (Bollywood debut) પણ પોતાનો દબદબો બનાવવા જઈ રહીછે. અહેવાલો અનુસાર, તેની પાસે હાલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'મિશન મજનૂ', અમિતાભ બચ્ચન સાથે 'ગુડબાય' જેવી હિન્દી ફિલ્મો છે.તેની તાજેતરની ફિલ્મ 'પુષ્પા' ઘણી સફળ રહી હતી.

Alia Bhatt: ‘લવ એન્ડ વોર’ ના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ માટે માતૃત્વ સૌથી મોટી ચેલેન્જ, દીકરી રાહા માટે લીધો આવો નિર્ણય
Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં 15 વર્ષના લીપની ચર્ચા પર અભીરા એ તોડ્યું મૌન, સમૃદ્ધિ શુકલા એ જણાવી હકીકત
Saiyaara OTT Release: સૈયારા ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અહાન અને અનીત ની ફિલ્મ
Ajey – The Untold Story Of A Yogi Trailer: યોગી આદિત્યનાથના જીવનની અનટોલ્ડ સ્ટોરી દર્શાવતું અજય નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ,, ટ્રેલર જોઈને લોકો થયા ભાવુક
Exit mobile version