Site icon

આ 2 સુંદર અભિનેત્રીઓ બનશે સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘યોદ્ધા’ માં તેની પાર્ટનર, કરણ જોહરે કર્યો ખુલાસો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર 

બોલિવૂડના જાણીતા નિર્દેશક-નિર્માતા કરણ જોહર તેમની શાનદાર ફિલ્મો માટે જાણીતા છે. કરણ જોહર પોતાની ફિલ્મો સાથે જોડાયેલી માહિતી સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતો રહે છે. કરણ જોહર ટૂંક સમયમાં દર્શકો માટે મોટા પડદા પર ફિલ્મ યોદ્ધા' લઈને આવી રહ્યો છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે કરણે સોશિયલ મીડિયા પર 'યોધા'ના ફીમેલ લીડ્સનો પણ ખુલાસો કર્યો છે.

વાસ્તવમાં, કરણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે તે અભિનેત્રીઓના નામ આપ્યા છે જેઓ સિદ્ધાર્થ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. પોસ્ટ શેર કરતાં કરણે લખ્યું, '#યોદ્ધાની અનોખી અને અસાધારણ પ્રતિભાશાળી મહિલા નાયક અહીં છે! જ્વલંત, ખૂબસૂરત અને હંમેશા મોહક દિશા પટણી નું  પરિવારમાં સ્વાગત છે.કરણ જોહરે આગળ લખ્યું, 'રાશિ ખન્ના સાથે, જે પોતાની ચમક અને નિર્દોષતા આ ભૂમિકામાં લાવે છે જેટલું બીજું કોઈ નહીં કરી શકે!’ ‘યોદ્ધા’ 11 નવેમ્બર, 2022ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે.કરણ જોહર સિવાય અભિનેત્રીઓએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી શેર કરી છે.

કપિલ શર્માએ અક્ષય કુમારને પૂછ્યું શું તે તૈમુર સાથે પણ કામ કરશે, અભિનેતાએ આપ્યો આ મજેદાર જવાબ; જાણો વિગત

ધર્મા પ્રોડક્શનની પહેલી એક્શન ડ્રામા ફિલ્મ સાગર અંબ્રે અને પુષ્કર ઓઝા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને લઈને એક સમાચાર પણ સામે આવ્યા હતા, જે મુજબ આ ફિલ્મમાં સૌથી પહેલા અભિનેતા શાહિદ કપૂર જોવા મળવાનો હોવાનું બહાર આવી રહ્યું હતું. પરંતુ ઘણા કારણોસર, ફિલ્મ નિર્માતાઓ તેની સાથે વાત કરી શક્યા નહીં, જેના પછી સિદ્ધાર્થ મલ્હોત્રાએ શાહિદ કપૂરની જગ્યા લીધી છે. તમને જણાવી દઈએ કે આ પીરિયડ ફિલ્મમાં પાકિસ્તાન પર ભારતના સૌથી હિંમતવાન મિશનની વાર્તા બતાવવામાં આવશે.

Dharmendra Hospitalized: દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર ની તબિયત બગડી! હોસ્પિટલ માં થયા દખાન, જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય
Ayushmann Khurrana: ‘થામા’ની સફળતા બાદ આયુષ્માન ખુરાનાને મળ્યો સૂરજ બડજાત્યાનો પ્રોજેક્ટ, કહી આવી વાત
Baahubali: The Epic: ‘બાહુબલી: ધ એપિક’નો ચાલ્યો જાદુ! દિલ્હી અને મુંબઈમાં કેટલા છે ટિકિટના ભાવ? જુઓ સૌથી મોંઘી અને સસ્તી સીટની કિંમત
Dining With The Kapoors: રોશન બાદ હવે કપૂર ખાનદાન ના ખુલશે રહસ્ય, આવી રહી છે ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’, જાણો ક્યારે રિલીઝ થશે આ ડોક્યુમેન્ટ્રી
Exit mobile version