Site icon

કરણ જોહરના વોટ્સએપ ગ્રુપનો ભાગ બનવાનો આલિયા-રણબીરનો પ્રયાસ ગયો નિષ્ફળ! નજીક ના મિત્ર એ નકારી કાઢી વિનંતી

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt)ફિલ્મ નિર્માતા કરણ જોહરની (Karan Johar) ખૂબ જ નજીક છે અને દરેક વ્યક્તિ આ વાતથી વાકેફ છે. આલિયાએ કરિયરની શરૂઆત કરણ જોહરની 'સ્ટુડન્ટ ઑફ ધ યર' (Student of the year)થી કરી હતી. હવે કરણ જોહરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Ranbir-Alia) વિશે એક ખુલાસો કર્યો છે. કરણ જોહરે કહ્યું કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી તેમના એક વોટ્સએપ ગ્રુપનો (Whatsapp group) ભાગ બનવા માંગતા હતા. પરંતુ, તેમના એક ખાસ મિત્રને કારણે, તેમની વિનંતી નકારી કાઢવામાં આવી હતી.

Join Our WhatsApp Community

કરણ જોહરે યુટ્યૂબ (Youtube) ને આપેલા ઇન્ટરવ્યૂ (interview) માં  આ બાબત પર પડદો ઉઠાવ્યો છે. કરણ જોહર કહે છે કે તેનું એક વોટ્સએપ ગ્રુપ (whatsapp group) છે. આલિયા-રણબીર (Ranbir-Alia) તેમના ગ્રુપનો ભાગ બનવા માંગતા હતા. બંનેએ તેના માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. પરંતુ, આ ગ્રુપમાં તેની એન્ટ્રી દરેક વખતે રિજેક્ટ  (reject)કરવામાં આવી હતી. અને બંનેની એન્ટ્રી રિજેક્ટ કરનાર બીજું કોઈ નહીં પણ આલિયાનો બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખર્જી (Ayan Mukerji) છે. પરંતુ, અયાન મુખર્જી આવું કેમ કરશે, આ વાત પણ બધાને આશ્ચર્યમાં મૂકી રહી છે. કારણ કે તે આલિયા રણબીરનો બેસ્ટ ફ્રેન્ડ (best friend) છે. તો ચાલો તમને જણાવી દઈએ કે કરણ જોહરે તેના વિશે આગળ જણાવ્યું. ફિલ્મ નિર્માતાના જણાવ્યા અનુસાર, આ જૂથમાં ફક્ત ફિલ્મ નિર્માતાઓ, પ્રોડક્શન ડિઝાઇનર્સ છે. જેમાં તેઓ તમામ ફિલ્મો, ફિલ્મોના ટ્રેલર વિશે વાત કરે છે. એટલા માટે આ ગ્રુપમાં કોઈ એક્ટર ને એડ કરવામાં આવ્યા નથી.

આ સમાચાર પણ વાંચો: 'કભી ઈદ કભી દિવાળી’ માંથી શ્રેયસ તલપડેનું પત્તુ કપાયું!! સલમાન ખાન ના નજીક ના અભિનેતા ને મળી 200 કરોડ ની ફિલ્મ

કરણ જોહરે કહ્યું- 'એક વોટ્સએપ ગ્રુપ (Whatsapp group) છે, જેનું નામ  A છે. ગ્રુપ  Aમાં (group A), આવા લોકો એડ છે, જેનું નામ A માંથી છે. તેમાંથી અમૃતા પ્રોડક્શન ડિઝાઇનર (Amruta) છે. અયાન મુખર્જી (Ayan Mukerji) છે અભિષેક વર્મન છે ગ્રુપ માં, અમે ફિલ્મો, તેના ટ્રેલર અને અન્ય બાબતો વિશે ચર્ચા કરીએ છીએ. તેમને જોઈને, અમે અમારી સમીક્ષા આપીએ છીએ. પરંતુ, તેને આગળ ફોરવર્ડ (forward) નથી કરતા. રણબીર-આલિયા (Ranbir-Alia) આ ગ્રુપનો ભાગ બનવા માંગતા હતા.કરણે આગળ કહ્યું- 'રણબીર-આલિયાએ આ ગ્રુપનો ભાગ બનવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ અયાન મુખર્જીએ આ બંનેની એન્ટ્રી રિક્વેસ્ટને (request) ફગાવી દેતાં કહ્યું હતું કે કોઈપણ એક્ટર આ ગ્રુપનો ભાગ બની શકે નહીં. કારણ કે, આ ગ્રુપમાં અમે તેમની ફિલ્મો વિશે પણ અભિપ્રાય રાખીએ છીએ. એટલા માટે આલિયા અને રણબીરને ગ્રુપમાં એન્ટ્રી નથી મળી.રણબીર અને આલિયા બંને કરણ જોહર અને અયાન મુખર્જીની ખૂબ નજીક છે. પરંતુ બંનેના નજીકના મિત્રો પણ તેમને આ ગ્રુપમાં પ્રવેશ અપાવવામાં નિષ્ફળ રહ્યા છે.

Huma Qureshi: સોશિયલ મીડિયા પર ફેલાઈ હુમા કુરેશીની ગુપચુપ સગાઈની અફવા! જાણો કોણ છે તેનો કથિત ભાવિ પતિ?
Nana Patekar: શું નાના પાટેકર લઇ રહ્યા છે સિનેજગત માંથી નિવૃત્તિ? દિગ્ગ્જ અભિનેતા એ ‘નામ ફાઉન્ડેશન’ ના કાર્યક્રમમાં આપ્યો આવો સંકેત
Hardik Pandya: નતાશા સાથે છૂટાછેડા બાદ હવે આ અભિનેત્રી સાથે જોડાયું હાર્દિક પંડ્યા નું નામ, સેલ્ફી વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર ગરમ
Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Exit mobile version