Site icon

સિનેમા ઘરો માં ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર કાર્તિક આર્યન બતાવશે પોતાનો જાદુ-જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ભૂલ ભુલૈયા 2

News Continuous Bureau | Mumbai

કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ અભિનીત ભૂલ ભુલૈયા 2 વર્ષ 2022ની (Bhool bhulaiya 2)સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ બની છે. આ ફિલ્મને દર્શકો દ્વારા ઘણો પ્રેમ મળ્યો છે અને ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે. ચાહકોને આ ફિલ્મમાં કાર્તિક આર્યનનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું, જ્યારે કિયારા અડવાણી સાથેની તેની જોડીએ દરેકના દિલને સ્પર્શી લીધું હતું. આ દરમિયાન હવે ફિલ્મ સાથે જોડાયેલા એક મોટા સમાચાર આવી રહ્યા છે. કાર્તિક આર્યનની આ ફિલ્મ હવે સિનેમાઘરો બાદ OTT પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. (Bhool bhulaiyaa 2 OTT release)

Join Our WhatsApp Community

કાર્તિક આર્યનની આ શાનદાર ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે. નેટફ્લિક્સે(Netflix social media) પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. નેટફ્લિક્સે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ સાથે સંબંધિત એક સુંદર વીડિયો શેર કર્યો છે, જે 'દે તાલી' ગીતનો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'અમે ગીત દે તાલી, દે તાલી, દે તાલી ગાઈ રહ્યા છીએ કારણ કે 'ભૂલ ભુલૈયા 2' ટૂંક સમયમાં આવી રહ્યું છે.'કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મે બોક્સ ઓફિસ (box office)પર કમાલ કરી છે. તે જ સમયે, હવે નેટફ્લિક્સ9Netflix) દ્વારા માહિતી આપવામાં આવી છે કે, 'ભૂલ ભૂલૈયા 2' 19 જૂને OTT પર આવવા જઈ રહી છે. આ માહિતી બાદ ફેન્સ ઘણા ખુશ છે.

આ સમાચાર પણ વાંચો : શાહ પરિવાર પર તૂટી પડશે દુ:ખનો પહાડ-અકસ્માતમાં મૃત્યુ બાદ શોને અલવિદા કહેશે અનુપમા નું આ મુખ્ય પાત્ર

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આ ફિલ્મમાં તબ્બુ અને રાજપાલ યાદવે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. જો કલેક્શનની(collection) વાત કરીએ તો છેલ્લા 25 દિવસથી 'ભૂલ ભુલૈયા 2' દર્શકોની વચ્ચે ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં દેશમાં લગભગ 175 કરોડની કમાણી કરી લીધી છે.

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version