Site icon

નવા ઘરમાં વિકી અને કેટરીનાની એન્ટ્રી,બન્યા આ બોલિવૂડ અભિનેત્રી ના પાડોશી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ ​​કેટરિના કૈફ અને વિકી કૌશલે તેમના નવા જીવનની શરૂઆત કરી છે. રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ ખાતે 9 ડિસેમ્બરે દંપતીએ સાત ફેરા લીધા હતા. આ લગ્ન ખૂબ જ હાઈ પ્રોફાઈલ હતા પરંતુ તેમાં માત્ર ખૂબ જ નજીકના લોકોએ હાજરી આપી હતી.લગ્ન બાદ કેટરીના અને વિકીએ કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. હાલમાં જ લગ્ન બાદ કેટરીનાએ સાસરિયાંના ઘરે તેની પેહલી રસોઈ બનાવી હતી .હવે આ નવવિવાહિત યુગલે જુહુમાં એક એપાર્ટમેન્ટ લીધું છે. બંને તેમના નવા ઘરમાં ગૃહપ્રવેશની પૂજા માટે પહોંચ્યા.

નવવિવાહિત કપલ ​​કેટરિના અને વિકી તેમના સપનાના ઘરમાં પ્રવેશ્યા છે. બંને ગૃહપ્રવેશની પૂજા માટે પહોંચ્યા. આ દરમિયાન વિકી કૌશલના પિતા શ્યામ કૌશલ અને માતા વીણા પણ ગૃહ પ્રવેશની પૂજા માટે એપાર્ટમેન્ટની બહાર જોવા મળ્યા હતા.લગ્ન પછી હવે કેટરીના અને વિકી બંનેએ પોતાનું નવું ઘર લીધું છે. આ નવવિવાહિત યુગલે જુહુના રાજમહેલમાં 5 વર્ષ માટે  એક એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું છે.કેટરીના અને વિકી હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પડોશી બનવા જઈ રહ્યા છે. આ વાતનો ઉલ્લેખ ખુદ અનુષ્કાએ એક પોસ્ટમાં કર્યો હતો.તાજેતરમાં, અનુષ્કાએ કેટરિના અને વિકીને તેમના લગ્ન પર અભિનંદન આપતા પોસ્ટ કરી હતી, ઝડપથી ઘરે આવો જેથી અમને બાંધકામના અવાજો સાંભળવા ન પડે.

કોરોનાને કારણે રિસેપ્શનની તારીખ વિશે વિચાર કરી રહ્યા છે વિકી-કેટરીના , આ મહિના માં આપી શકે છે ગ્રાન્ડ પાર્ટી; જાણો વિગત

વિકી અને કેટરિનાએ જુહુના રાજમહેલમાં 8મા માળે 5 વર્ષ માટે ભાડા પર એપાર્ટમેન્ટ લીધું છે. આ એપાર્ટમેન્ટ માટે વિકી અને કેટરિનાએ પહેલા ત્રણ વર્ષ સુધી દર મહિને 8 લાખ રૂપિયા ચૂકવવા પડશે.દંપતીએ 1.75 કરોડ રૂપિયા સિક્યોરિટી તરીકે જમા કરાવ્યા છે. વિકી કેટરીનાનું આ સી ફેસિંગ ઘર 5 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.

Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Avatar 3 Review: અવતાર ૩ રિવ્યુ: દ્રશ્યોમાં જાદુ પણ વાર્તામાં એ જ જૂનો ‘દમ’, શું જેમ્સ કેમરૂનની ‘ફાયર એન્ડ એશ’ જોવી જોઈએ? વાંચો ટિકિટ બુક કરાવતા પહેલા
Movie Tickets: સસ્તી ટિકિટ અને ફેમિલી આઉટિંગ: મંગળવારે સિનેમા હોલમાં કેમ હોય છે સ્પેશિયલ ઓફર્સ?
Ikkis Final Trailer: ‘ઇક્કીસ’ ટ્રેલર: ૧૯૭૧ના યુદ્ધના હીરો અરુણ ખેત્રપાલની શૌર્યગાથા, અગસ્ત્ય નંદા અને ધર્મેન્દ્રની જોડીએ જીત્યા દિલ!
Exit mobile version