Site icon

લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ થયા હોસ્પિટલમાં દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

News Continuous Bureau | Mumbai

લતા મંગેશકરના (Lata Mangeshkar) નાના ભાઈ સિંગર હૃદયનાથ મંગેશકરને (Hridaynath Mangeshkar)હોસ્પિટલમાં દાખલ (hospitalized) કરવામાં આવ્યા છે. આ માહિતી તેમના પુત્ર આદિનાથ મંગેશકરે (Adinath Mangeshkar)આપી છે. જો કે તેને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવ્યા છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડના (Lata Dinanath mangeshkar award) ઉદઘાટન સમારોહમાં સભાને સંબોધતા, આદિનાથે તેમના પિતાના હોસ્પિટલમાં દાખલ થવા વિશે માહિતી આપી હતી. 

Join Our WhatsApp Community

હૃદયનાથ મંગેશકરના પુત્ર આદિનાથે સન્માન સમારોહમાં સન્મુખાનંદ હોલની (Sanmukhanand hall) અંદર વક્તવ્ય આપતાં કહ્યું, "આટલા વર્ષોમાં મારા પિતા, પંડિત હૃદયનાથ મંગેશકર જી, જેઓ સ્વાગત પ્રવચન આપે છે અને અમારા ટ્રસ્ટ (અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટ) પરંતુ આ વર્ષે તેઓ એવું કરી શક્યા નથી કારણ કે તેઓ હાલ હોસ્પિટલમાં છે.તેમણે જણાવ્યું કે તેમના પિતાની તબિયત હવે ઠીક છે અને ભગવાનની કૃપાથી તેઓ આઠ-દસ દિવસમાં ઘરે પરત આવી જશે.જણાવી દઈએ કે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મેળવનાર (Lata dinanath mangeshkar award) વડાપ્રધાન મોદી  (PM Modi)પ્રથમ વ્યક્તિ છે, તો આ દરમિયાન તેઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, ત્યારબાદ વડાપ્રધાને  (PM Modi) પોતાના સંબોધનની શરૂઆતમાં હૃદયનાથ મંગેશકરના જલ્દી સ્વસ્થ થવાની કામના પણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : વિલ સ્મિથના સંબંધો પર ભારે પડી ઓસ્કરની થપ્પડ, શું પત્ની જેડા પિંકેટને છૂટાછેડા પર આટલા મિલિયન ડોલર ચૂકવવા પડશે?

લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ (Lata dinanath mangeshkar award) માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહના ભાગરૂપે યોજાયો હતો. જણાવી દઈએ કે આ એવોર્ડનું આયોજન લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથિ પર કરવામાં આવ્યું હતું.લતા મંગેશકરના અવસાન બાદ, તેમના પરિવાર અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટે આ વર્ષની શરૂઆતમાં લતાજીના સન્માન અને સ્મૃતિમાં એક પુરસ્કાર સ્થાપવાનું નક્કી કર્યું હતું. આ એવોર્ડ હવે દર વર્ષે આપવામાં આવશે.

Nana Patekar: શું નાના પાટેકર લઇ રહ્યા છે સિનેજગત માંથી નિવૃત્તિ? દિગ્ગ્જ અભિનેતા એ ‘નામ ફાઉન્ડેશન’ ના કાર્યક્રમમાં આપ્યો આવો સંકેત
Hardik Pandya: નતાશા સાથે છૂટાછેડા બાદ હવે આ અભિનેત્રી સાથે જોડાયું હાર્દિક પંડ્યા નું નામ, સેલ્ફી વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર ગરમ
Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ
Exit mobile version