ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર
કોરોનાથી સંક્રમિત થયા બાદ છેલ્લા આઠ દિવસથી સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે.
આજે ફરી એક વખત ડોકટરોએ તેમની હેલ્થનુ અપડેટ આપતા કહ્યુ છે કે, લતાજીની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેઓ સતત ઓબ્ઝર્વેશનમાં છે.
ડોકટરોનુ કહેવું છે કે, એક આખી ટીમ હજુ દસેક દિવસ માટે તેમના પર નજર રાખશે.
લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને કોરોના અને ન્યૂમોનિયા હોવાનું નિદાન થયું છે.
અગાઉ 2019માં તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તે વખતે 28 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
