News Continuous Bureau | Mumbai
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના(South film industry) સુપરસ્ટાર વિજય દેવરકોંડાની (Superstar Vijay Deverakonda) ફિલ્મ ‘લાઈગર’(Liger) બોક્સ ઓફિસ(box office) પર એ જ હાલ થઈ રહ્યા છે જે બોલીવુડ અભિનેતા(Bollywood actor) આમિર ખાનની(Aamir Khan) ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના(Laal Singh Chaddha) થયા હતા.
સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ(Ananya Pandey) ‘લાઈગર’ને રિલીઝના બીજા દિવસે પણ સિનેમાઘરોમાં ઓછો પ્રતિસાદ મળ્યો છે. હિન્દી ભાષામાં (Hindi language) ફિલ્મે બીજા દિવસે 4.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જે પછી બે દિવસનું 'Liger'નું કુલ કલેક્શન 5.75 કરોડ રૂપિયા થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'Liger'નું હિન્દી વર્ઝન ગુરુવારે મોડી રાત્રે બહુ ઓછા થિયેટરોમાં રિલીઝ થયું હતું અને પેઇડ પ્રિવ્યૂઝથી(paid previews) માત્ર 1.25 કરોડ એકત્ર કર્યા હતા.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ (Film Trade Analyst) તરણ આદર્શે 'Liger'ના હિન્દી વર્ઝનનું બે દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન (Box office collection) શેર કર્યું. તેમના ટ્વિટ અનુસાર, ફિલ્મના હિન્દી વર્ઝને બે દિવસમાં કુલ 5.75 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ સિવાય 'Liger' એ ઓપનિંગ ડે પર તમામ ભાષાઓમાં વિશ્વભરમાં 33.12 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ સમાચાર પણ વાંચો : નવરાત્રી પહેલા થીયેટરમાં ગરબાની જમાવટ -ફક્ત મહિલાઓ માટે ફિલ્મ જોઈ દર્શકોએ ગરબાની રમઝટ બોલાવી- વીડિયો સોશિયલ મીડીયા પર ધૂમ મચાવી રહ્યો છે
મહત્વનું છે કે આ ફિલ્મ કરણ જોહરના (Karan Johar) બેનર ધર્મા પ્રોડ્કશને(Dharma Productions) પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા બોક્સરની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે અનન્યા તેની ગર્લફ્રેન્ડ ની ભૂમિકામાં છે. તો દિગ્ગ્જ અભિનેત્રી રામ્યા ફિલ્મમાં વિજયની માતાનો રોલ કરી રહી છે. આ ફિલ્મમાં રોનિત રોય અને મકરંદ દેશપાંડે પણ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય પ્રખ્યાત બોક્સર માઈક ટાયસને પણ ફિલ્મમાં કેમિયો કર્યો છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે.