Site icon

બોલિવૂડ ની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત છે કરોડોની સંપત્તિ ની માલિક, એક સમયે સલમાન-શાહરુખ કરતાં પણ વસૂલતી હતી વધુ ફી ; જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

News Continuous Bureau | Mumbai

ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે (Madhuri Dixit birthday) ગઈકાલે તેનો 55મો જન્મદિવસ ઉજવ્યો હતો. માધુરી દીક્ષિતનો જન્મ 15 મે 1967ના રોજ મુંબઈમાં (Mumbai) થયો હતો. માધુરી તેના જમાનાની સફળ અભિનેત્રી રહી છે. તેની એક્ટિંગ, સુંદરતા, ડાન્સ અને એક્સપ્રેશનના ફેન્સ આજે પણ દિવાના છે. આજની નવી અભિનેત્રીઓ પણ માધુરીને પોતાની રોલ મોડલ (rol model) માને છે. માધુરીએ માત્ર ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકે જ કામ નથી કર્યું, પરંતુ તે ગ્રે શેડ (negative role)રોલમાં પણ જોવા મળી હતી. માધુરી ટોચની અભિનેત્રીઓમાંની એક રહી છે, જેને સામાન્ય દર્શકો તેમજ ઇન્ડસ્ટ્રીના લોકો સ્ક્રીન પર જોવા અને તેમની સાથે કામ કરવાનું પસંદ કરે છે. બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી માધુરી દીક્ષિત કરોડોની સંપત્તિની માલિક છે. આ દિવસોમાં તે ટીવી રિયાલિટી શોમાં જોવા મળે છે, જેમાં તે પ્રતિ એપિસોડમાં ઘણી કમાણી કરે છે.

Join Our WhatsApp Community

 

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત પાસે લક્ઝરી કારનું (luxury car collection)જબરદસ્ત કલેક્શન છે. તેની પાસે સફેદ ઓડી, ટોયોટા ઈનોવા ક્રિસ્ટા, રોલ્સ રોયસ અને સ્કોડા રેપિડ છે.માધુરી દીક્ષિત મુંબઈની (Mumbai)છે. મુંબઈના લોખંડવાલામાં (Lokhandwala) તેમનો ખૂબ જ આલીશાન અને વૈભવી બંગલો છે. આ સિવાય માધુરી દીક્ષિત લગ્ન બાદ પતિ સાથે અમેરિકા (America) શિફ્ટ થઈ ગઈ હતી. માધુરી પાસે દેશભરમાં ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી ઓછી અભિનેત્રીઓ છે, જેમને એક્ટર્સ કરતા વધુ મહેનતાણું મળે છે. માધુરી તે અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી માધુરી દીક્ષિત એક સમયે સલમાન ખાન અને શાહરૂખ ખાન કરતાં પણ વધુ ફી (fees) લેતી હતી. આ તેની કારકિર્દીનો ટોચનો સમય હતો, જ્યારે માધુરીએ ફિલ્મ અંજામ માટે શાહરૂખ ખાન કરતાં બમણી ફી લીધી હતી.

આ સમાચાર પણ વાંચો :યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો માં અભિમન્યુ- અક્ષરા ના ભવ્ય લગ્ન સામે બોલિવૂડ સેલેબ્સના વાસ્તવિક લગ્ન ફેલ ,મેકર્સે કર્યો કરોડોનો ખર્ચ

માધુરી હવે ભલે ઓછી ફિલ્મોમાં જોવા મળે પરંતુ તે ટીવી પર ડાન્સ રિયાલિટી (dance reality show) શોમાં જોવા મળે છે. માધુરી દીક્ષિત એક શો માટે લગભગ 24 થી 25 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય માધુરી ફિલ્મો માટે 4 થી 5 કરોડ રૂપિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ (Brand endorsement)માટે 8 કરોડ રૂપિયા લે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માધુરી દીક્ષિતની નેટવર્થ (Madhuri Dixit net worth)34 મિલિયન ડોલર છે, એટલે કે ભારતીય ચલણમાં માધુરી દીક્ષિત લગભગ 250 કરોડની સંપત્તિની માલિક છે. ટીવી, ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સિવાય માધુરી અંગત રોકાણથી પણ કમાણી કરે છે.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version