Site icon

ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવૂડ વાઈફ ની આ અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો-25 વર્ષ ના લગ્ન જીવન માં મળ્યો દગો-બાળકો માટે લીધું આવું સ્ટેન્ડ

News Continuous Bureau | Mumbai

OTT પ્લેટફોર્મ Netflix પર 'ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવૂડ વાઈફ'ની(fabulous life of bollywood wife) બીજી સીઝન સ્ટ્રીમ કરી રહી છે. આ શોની પ્રથમ સિઝન જબરદસ્ત હિટ (hit)રહી હતી અને તેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા હતા. સાથે જ બીજી સિઝનમાં પણ ઘણું બધું જોવા મળશે. મહીપ કપૂરે શોમાં સંજય કપૂર સાથેના તેના લગ્ન(marriage) સાથે જોડાયેલ એક રહસ્ય જાહેર કર્યું છે, જેને જાણી ને બધા દંગ રહી ગયા હતા. લગ્નના 25 વર્ષ પછી પહેલીવાર મહિપે જણાવ્યું કે સંજય કપૂરે તેની સાથે દગો(cheat) કર્યો છે.

Join Our WhatsApp Community

વાત એમ છે કે, એક ઈન્ટરવ્યુ દરમિયાન મહિપ કપૂરે પોતાના લગ્ન અને અંગત જીવન(personal life) વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન મહિપ કપૂરે જણાવ્યું કે સંજય કપૂરે તેની સાથે 25 વર્ષના લગ્નજીવનમાં છેતરપિંડી(cheat) કરી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેના માટે શોમાં આ વાત જણાવવી મુશ્કેલ છે, તો તેણે તેના પરિવાર સાથે વાત કરી. આ અંગે મહિપે કહ્યું, 'અઘરું લાગે એવું કંઈ નહોતું. અમે ફક્ત વાત કરી રહ્યા હતા અને મેં આ કહ્યું. અમે શોમાં લોકોને સત્ય બતાવવાનો પ્રયાસ કર્યો છે. અમારા જીવનમાં દરેક દેખાતી વસ્તુ સુંદર નથી હોતી. શોમાં તમે જોશો કે અમારા જીવનમાં પણ ઘણી સમસ્યાઓ (problems)છે. સંજયને પણ આ વિશે ખબર નથી, તે જ્યારે શો જોશે ત્યારે ખબર પડશે.શો દરમિયાન મહિપ કપૂરે કહ્યું હતું કે સંજય કપૂરે તેની સાથે છેતરપિંડી કરી હતી, તેથી તે શનાયા(Shanaya) ને લઇ ને ઘરમાંથી નીકળી ગઈ હતી પરંતુ પછીથી તેને લાગ્યું કે તેને એક નાનું બાળક છે અને એક માતા તરીકે તેની પ્રથમ જવાબદારી(responsibility) તેના બાળકો છે. તેણી કહે છે કે જો હું હવે પાછળ વળીને જોઉં તો મને લાગે છે કે જો મેં આ કર્યું હોત તો મને આખી જિંદગી પસ્તાવો હોત. હું ઈચ્છતી હતી  કે મારા લગ્ન કામ કરે. કોઈપણ કિંમતે. અને મેં તે મારા માટે અને મારા બાળક માટે સ્વાર્થ પૂર્વક કર્યું. મારા માટે તે બિલકુલ સમાધાન ન હતું.’

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન પર ચઢ્યો અનુપમા નો રંગ -શો ના ફેમસ ડાયલોગ પર એક્સપ્રેશન આપતો વિડીયો કર્યો શેર-જુઓ વિડીયો

તમને જણાવી દઈએ કે મહીપ કપૂર અને સંજય કૂપરના લગ્ન(marriage) 1997માં થયા હતા. તેમને બે બાળકો શનાયા અને જહાન કપૂર છે. શનાયા કપૂર જલ્દી જ પોતાનું બોલિવૂડ ડેબ્યૂ(Bollywood debut) કરવા જઇ રહી છે.'ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવૂડ વાઈફ'ની બીજી સીઝન 2 સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ(Netflix) પર સ્ટ્રીમ થઈ ગઈ છે. શોની બીજી સીઝન માં ફરી એકવાર નીલમ કોઠારી, ભાવના પાંડે, મહિપ કપૂર અને સીમા સચદેવના જીવનને દર્શાવવામાં આવશે.

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version