News Continuous Bureau| Mumbai
બોલીવુડ ના ભાઈજાન સલમાન ખાનને અત્યારે ડેન્ગ્યુ થયો છે અને તેઓ સારવાર હેઠળ છે. આવા સમયે મુંબઈ મહાનગરપાલિકાએ સલમાન ખાનનું ઘર તેમજ આસપાસ રહેલા 300 જેટલા ઘરોની તપાસ કરી હતી. મહાનગરપાલિકા નો ઉદ્દેશ્ય એવો હતો કે ડેન્ગ્યુના મચ્છરોનો લાર્વા કઈ જગ્યાએ પેદા થઈ રહ્યો છે તેની જાણકારી મળે.
આખરે મુંબઈ મહાનગરપાલિકાની શોધ મોહીમ રંગ લાવી. સલમાન ખાનના બિલ્ડીંગ નીચે રહેલા અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ડેન્ગ્યુના મચ્છરોનો રાફડો જોવા મળ્યો. આટલું જ નહીં અહીં ડેન્ગુના લાર્વા પણ હતા.
મુંબઈ મહાનગર પાલિકાની ટીમે આ મચ્છરોનો નાશ કર્યો છે. તેમજ દવાનો છંટકાવ કર્યો છે.
