Site icon

મૌની રોય જાહેર માં દેખાતા ભીડે ઘેરી લીધી. અભિનેત્રી ડરી ગઈ. જાણો મુંબઈ નો કિસ્સો..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર

બોલિવૂડ તથા ટીવી એક્ટ્રેસ મૌની રોય બોયફ્રેન્જ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવાની છે. મૌની આવતા વર્ષે ૨૭ જાન્યુઆરીએ ડેસ્ટિનેશન લગ્ન કરવાની છે. સૂરજ દુબઈમાં બેંકર તથા બિઝનેસમેન છે. તે બેંગલુરુના જૈન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સૂરજ તથા મૌની લાંબા સમયથી એકબીજાના રિલેશનશિપમાં છે. મૌનીના સંબંધો આ પહેલાં ગૌરવ ચોપરા સાથે હતા. ગૌરવથી અલગ થયા બાદ મૌનીના સંબંધો મોહિત રૈના સાથે હતા. જાેકે આ સંબંધોને ૨૦૧૮માં અંત આવ્યો હતો.અનેક વાર જાેવા મળ્યું છે કે જયારે પણ બોલિવુડ કે ટીવી  સેલેબ્સ ક્યાંક જાેવા મળે છે ત્યારે ફોટોગ્રાફર્સ અને ચાહકો તેમણે ઘેરી વળે છે. ત્યારે હાલમાં જ ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય બહાર જાેવા મળી હતી. અહીંયા ભીડે એક્ટ્રેસને ઘેરી લીધી હતી.જાે કે ત્યારે જ એક વ્યક્તિ મૌની રોયની ઘણી જ નજીક આવી જાય છે..ત્યારે તે ખુબ જ ડરી જાય છે. આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ હતી મૌની રોય કારમાંથી જેવી બહાર નીકળે છે તરત જ ભીડ ભેગી થઇ જાય છે અને તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે જાે કે એવા જ એક વ્યક્તિ મૌની રોયની ખુબ જ નજીક આવી જાય છે. આ દરમિયાન તે વ્યક્તિનો હાથ પણ મૌનીના હાથને સ્પર્શી જાય છે. તે ત્યારબાદ મૌની રોય ગભરાઈ જાય છે તે સ્પષ્ટ વીડિયોમાં જાેઈ શકાય છે.. આસપાસના લોકો ધક્કા-મુક્કી કરીને મૌની સાથે ફોટો ક્લિક કરવામાં વ્યસ્ત જાેવા મળ્યા હતા. એવામાં મૌની રોય ઘણી જ અનકમ્ફર્ટેબલ ફિલ કરતી હોય તેમ જાેવા મળી રહી છે. આ દરમિયાન મૌનીનો બૉડીગાર્ડ આવી જાય છે અને તેને ભીડમાંથી કાઢીને સ્ટૂડિયોની અંદર લઈ જાય છે. અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મથી મૌની રોયે બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. મૌની રોય હવે ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન લીડ રોલમાં છે.

હવે જાણવા મળ્યું ભારતી સિંહનું વજન ઘટાડવા પાછળનું કારણ! કોમેડિયને

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version