ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરૂવાર
બોલીવૂડ અભિનેતા નસીરૂદ્દીન શાહને ન્યુમોનિયા થતા મુંબઇની ખારની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નસીરુદ્દીનને ન્યુમોનિયા થતા તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, હવે તેમના ફેંફસામાં એક પેચ જોવા મળ્યો છે.
તેમની પત્ની રત્ના પાઠકના અનુસાર, તેમને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની તબિયત ખરાબ હતી, પરંતુ હવે સારવાર મળી રહી હોવાથી સુધારા પર છે.