Site icon

ઓય લકી લકી ઓય ની અભિનેત્રીનો મોટો ખુલાસો- એક ઉદ્યોગપતિએ પગારદાર પત્ની બનવા માટે આપી હતી આટલી ઓફર

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી નીતુ ચંદ્રાએ(Neetu Chandra) તાજેતર માં એક વિચિત્ર ઘટના વિશે જણાવ્યું હતું જેમાં એક બિઝનેસમેને(businessman) તેને પગારદાર પત્ની (salaried wife)બનવાનું કહ્યું હતું. આ કરવા ના બદલામાં તે તેને મહિને 25 લાખ રૂપિયા આપવા તૈયાર હતો. નીતુએ જણાવ્યું કે 13 નેશનલ એવોર્ડ વિનર સાથે કામ કર્યા પછી પણ તેમની પાસે ન તો પૈસા હતા કે ન તો કામ. તેણે એક ઓડિશન(audition) વિશે પણ વાત કરી જેમાં એક પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટરે એક કલાકની અંદર રિજેક્ટ(reject) કરી હતી .

Join Our WhatsApp Community

નીતુ ચંદ્રાએ એક ન્યૂઝ પોર્ટલ  સાથેની વાતચીતમાં કહ્યું કે મારી વાર્તા એક સફળ અભિનેતાની નિષ્ફળ વાર્તા છે. 13 એવોર્ડ વિજેતા કલાકારો અને ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યા પછી મારી પાસે આજે કામ નથી. મને એક બિઝનેસમેને કહ્યું હતું કે તે મને મહિને 25 લાખ રૂપિયા આપશે, પરંતુ મારે તેની પગારદાર પત્ની બનવું પડશે. મારી પાસે ન તો પૈસા હતા કે ન તો કામ. હું ચિંતિત થઈ ગઈ, આટલું કામ કર્યા પછી પણ મને અહીં અનિચ્છનીય લાગવા માંડ્યું.નીતુ એ વધુમાં કહ્યું કે, એક કાસ્ટિંગ ડાયરેક્ટર,(casting director) તે બહુ મોટું નામ છે પણ હું નામ જણાવવા માંગતી નથી, ઓડિશનના એક કલાકમાં મને કહ્યું, 'હું ખરેખર દિલગીર છું નીતુ આ રોલ નથી કરી રહી. તો મેં કહ્યું કે તમે ખરેખર મારું ઓડિશન (audition) લીધું હતું જેથી તમે મારો આત્મવિશ્વાસ તોડી શકો.

આ સમાચાર પણ વાંચો : શું મહાભારત બનાવનારા આ ફિલ્મ મેકરના ઘરમાં જ થઈ મહાભારત- વહૂએ વેચી માર્યો આલીશાન બંગલો-જાણો વિગતે

તમને જણાવી દઈએ કે, નીતુ ચંદ્રાએ ફિલ્મ ‘ગરમ મસાલા’થી બોલિવૂડમાં ડેબ્યુ(Garam Masala bollywood debut) કર્યું હતું. આ ફિલ્મમાં તે એરહોસ્ટેસ બની હતી. આ પછી તે ‘ટ્રાફિક સિગ્નલ’, ‘વન ટુ થ્રી’, ‘ઓયે લકી લકી ઓયે’ ‘13બી’ અને ‘એપાર્ટમેન્ટ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેની છેલ્લી ફિલ્મ ‘કુછ લવ જૈસા’ હતી જેમાં તેની સાથે શેફાલી શાહ અને રાહુલ બોઝ હતા. ‘ઓય લકી લકી ઓય’ને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version