Site icon

‘સારેગામાપા’ શો માં સૌથી વધુ મતો સાથે વિજેતા બની આ સ્પર્ધક, ચમકતી ટ્રોફી સાથે મળ્યો આટલા લાખનો ચેક; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ  2022          

Join Our WhatsApp Community

સોમવાર

પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો સારેગામાપાની સુરીલાની સફરનો અંત આવ્યો છે. શોની સીઝનના વિજેતાના નામની જાહેરાત કરવામાં આવી છે. શોના ગ્રાન્ડ ફિનાલેમાં પશ્ચિમ બંગાળની નીલાંજના સૌથી વધુ મતો સાથે વિજેતા બની છે.શોની વિનર બનનાર નીલાંજનાને એક ચમકદાર ટ્રોફી અને 10 લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો હતો. તે જ સમયે, રાજશ્રી બાગ અને શરદ શર્મા આ સિઝનના પ્રથમ અને બીજા રનર અપ હતા.ફર્સ્ટ રનર અપ રહેલી રાજશ્રીને મેકર્સ તરફથી 5 લાખ રૂપિયા જ્યારે શરદ શર્માને 3 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

શોની વિજેતા બનેલી નીલાંજનાએ કહ્યું કે સારેગામાપા  જીતીને તે ખૂબ જ ખુશ છે. આ સફર દરમિયાન દર્શકો તરફથી મળેલા પ્રેમ અને પ્રશંસા માટે તે ખૂબ જ આભારી છે. તેણે કહ્યું કે આ મારા માટે એક ક્ષણ છે, જેને તે ક્યારેય ભૂલી શકે તેમ નથી. નીલાંજનાએ વધુમાં કહ્યું કે આ પ્રવાસ દરમિયાન મને અમારા ન્યાયાધીશો અને માર્ગદર્શકો પાસેથી ઘણું શીખવા મળ્યું. તેમજ શો દરમિયાન તમામ જ્યુરી મેમ્બર્સ તરફથી મળેલ ફીડબેક ખૂબ જ પ્રેરણાદાયી હતા.પરંતુ સૌથી વધુ, હું અહીં વિતાવેલી તમામ અમૂલ્ય ક્ષણોની હંમેશા પ્રશંસા કરીશ. આ શોમાં દરેક મારા માટે પરિવારના સભ્ય જેવા હતા. મને આ તક આપવા બદલ હું ઝી ટીવીનો આભાર માનું છું.

ટીવી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ માં 'ગોરી મેમ'ની ધમાકેદાર એન્ટ્રીથી ઉડી ગયા'તિવારી જી'ના હોશ, ચાહકો એ કહી આ વાત; જાણો વિગત

શોના ગ્રાન્ડ ફિનાલે વિશે વાત કરીએ તો, નીલાંજના, રાજશ્રી અને શરદે રવિવારે પ્રસારિત થયેલા ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં તેમના શાનદાર પ્રદર્શનથી લોકોના મન જીતી લીધા હતા. ત્રણ ફાઇનલિસ્ટ ઉપરાંત, શોના અન્ય સ્પર્ધકોએ પણ સારેગામાપા ગ્રાન્ડ ફિનાલેમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.નિલાંજના રે, શરદ શર્મા, રાજશ્રી બાગ, સંજના ભટ્ટ, અનન્યા ચક્રવર્તી અને સ્નિગ્ધાજિત ભૌમિક એ સભ્યોમાં હતા જેમણે શોની સિઝનના ટોચના 6 ફાઇનલિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!
Arijit Singh: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ; જાણો શું છે કારણ
KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Exit mobile version