Site icon

પીએમ મોદીને લતા મંગેશકર એવોર્ડ સાથે મળેલા એક લાખ રૂપિયાની રોકડ ઇનામ નું કર્યું દાન, હવે આ ફંડમાં થશે જમા; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

પંડિત દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિ (Dinanath Mangeshkar)પર સ્વર કોકિલા લતા મંગેશકરની (Lata Mangeshkar) યાદમાં લતા દીનાનાથ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર (PM Narendra Modi)  મોદીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સાથે પીએમ મોદીને એક લાખ રૂપિયાનું રોકડ ઈનામ (cash price)પણ આપવામાં આવ્યું હતું, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈપણ સેવાભાવી સંસ્થાને દાન કરવાની (donate)વિનંતી કરી હતી. આ પછી, હવે ટ્રસ્ટ વતી આ રકમ પીએમ કેર ફંડમાં (PM care fund)દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાણકારી દિવંગત ગાયિકા લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરે (Hridaynath Mangeshkar) આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : KGF 3માં ફરી એકવાર થશે બોલિવૂડના દિગ્ગજ કલાકારની એન્ટ્રી; જાણો યશની ફિલ્મમાં કયો અભિનેતા જોડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)ગાયિકા લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરને પત્ર (Hridaynath Mangeshkar letter) લખીને એવોર્ડ સાથે મળેલા 1 લાખ રૂપિયા ચેરિટીમાં (charity)આપવા વિનંતી કરી છે. જેથી તે રકમનો ઉપયોગ અન્યના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કરી શકાય. આ સિવાય પીએમ મોદીએ આ સન્માન માટે મંગેશકર પરિવારનો આભાર વ્યક્ત કર્યો અને લતા મંગેશકરને પત્ર દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપી હતી. 

વડાપ્રધાન મોદીના (PM Modi) અનુરોધ બાદ હૃદયનાથ મંગેશકરે આ રકમ પીએમ કેયર્સ ફંડમાં (PM care fund)દાન કરવાનો નિર્ણય લીધો છે અને ટ્વીટ (tweet)કરીને તેની માહિતી આપી છે. તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું, "આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પ્રથમ વખત લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારના રોકડ પુરસ્કાર ઘટકનું દાન કરવા માટે આટલો સુંદર અને ઉમદા સંકેત! અમારા ટ્રસ્ટે તેને PM કેર્સ ફંડ ને દાન આપવાનો નિર્ણય કર્યો છે.."

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version