પ્રિયંકા ચોપરાએ જોનાસ સરનેમ હટાવવા અને છૂટાછેડા પર કર્યો ખુલાસો, કહી આ વાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ડિસેમ્બર 2021

ગુરુવાર

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા છેલ્લાં સમયથી સતત ચર્ચામાં છે. બોલ્ડ ડ્રેસથી લઈને નિક જોનાસની પત્ની કહેવા સુધી, ઘણી ઘટનાઓએ અભિનેત્રીને ચર્ચા માં રાખી છે. આ બધાની વચ્ચે, એક બીજી ઘટના છે જેણે અભિનેત્રીને સતત લાઈમલાઈટમાં રાખી છે અને તે છે ઈન્સ્ટાગ્રામ પરથી તેના નામની આગળ જોનાસ સરનેમ હટાવવાનો મામલો.પ્રિયંકાના આ અચાનક નિર્ણય પર સોશિયલ મીડિયા પર સતત અનેક સવાલો ઉભા થયા હતા.પરંતુ હવે અભિનેત્રીએ આ તમામ સવાલોના જવાબ આપ્યા છે. આ સાથે લોકોને શાંત રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.

પ્રિયંકા ચોપરાના આ નિર્ણય પાછળનું કારણ નિક જોનાસ સાથેના તેના મતભેદો નથી. એક મીડિયા હાઉસ  અનુસાર, જ્યારે પ્રિયંકાને તેની સરનેમ હટાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ કહ્યું- 'હું ઈચ્છું છું કે મારું યુઝરનેમ મારા ટ્વિટર સાથે મેળ ખાય. મને એ જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે લોકો માટે આ આટલો મોટો મુદ્દો કેમ બની ગયો છે. આ સોશિયલ મીડિયા છે, તેથી તમે બધા જ શાંત રહો.વાસ્તવ માં , પ્રિયંકા ચોપરા તેના સોશિયલ મીડિયા પર તેનું નામ પ્રિયંકા ચોપરા જોનાસ લખે છે. પરંતુ અચાનક તેણે થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાના નામની આગળ જોનાસ સરનેમ હટાવી દીધી હતી. પ્રિયંકાના આ પગલાથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. ત્યારથી એવા અહેવાલો આવી રહ્યા છે કે પ્રિયંકા અને નિક વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. હવે અભિનેત્રીએ તેના પગલા અંગે ખુલાસો કર્યો છે.

રણવીર સિંહની '83' પર બોલિવૂડ સેલેબ્સે ફિલ્મ ને લઇ ને આપી આવી પ્રતિક્રિયા; જાણો વિગત

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા હતા . આ સ્ક્રીનશોટમાં પ્રિયંકાને નિકની પત્ની તરીકે સંબોધવામાં આવી હતી. આવી સ્થિતિમાં પ્રિયંકાએ સવાલ પૂછ્યો કે હજુ પણ મહિલાઓ સાથે આવું વર્તન કેવી રીતે થઈ શકે? અભિનેત્રીએ કહ્યું- 'હું અત્યાર સુધીની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઈઝીમાંથી એકને પ્રમોટ કરી રહી છું. મને હજુ પણ નિક જોનાસની પત્ની તરીકે સંબોધવામાં આવે છે.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *